એવા ખોટા કેસમાં ફસાવી દઈશની ધમકી આપનાર પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ
અમદાવાદ, શહેરના એક પોલીસસ્ટેશનમાં વૃદ્ધ પિતાએ તેમના પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે. આ વૃદ્ધએ આક્ષેપ કર્યો છે કે લાઈટબીલ આવતા અમુક રૂપિયા તેમણે પુત્રને આપ્યા હતા અને અમુક રૂપિયા બાકી હોવાથી બંનેએ ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી. મકાન માલિક આ વૃદ્ધ હોવા છતાંય બાથરૂમને લોક મારી રોડ પર લાવી દેવાની બંનેએ ધમકી આપતા ન છૂટકે વૃદ્ધએ પોલીસનો સહારો લઈને પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે.
જેથી વૃદ્ધના જવાબ પર પુત્ર અને પુત્રવધુ આવેશમાં આવી ગયા હતા. પૂત્રવધુએ સસરાને ગાળો બોલી હવે કપડા જાતે જ ધોજે તેવું કહી દીધું હતું. આ વૃદ્ધ એટલા લાચાર છે કે પાંચેક વર્ષથી તેઓ પુત્રવધુના ત્રાસને કારણે બહાર જમે છે. બાદમાં ઘરમાંથી નીકળી જવાનું પૂત્રવધુએ સસરાને કહ્યું અને ઈજ્જત પર હાથ નાખ્યો છે તેવા ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી.
આટલું જ નહીં ઘરના સંડાસ બાથરૂમને તાળું મારી દેવાની ધમકી આપી રોડ પર લાવી દેશે તેવું કહેતા જ વૃદ્ધએ પોતાના પુત્ર અને પૂત્રવધુ સામે ફરિયાદ આપતા કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે. જે પિતા પોતાના સંતાનને લાડકોડથી ઉછેરીને મોટા કરે અને તેનું લાલનપાલન કરે તે પુત્રવધુ આવ્યા બાદ તેના જ પિતા પર આ પ્રકારના અમાનુષી અત્યાચારો ગુજારે તેવા કિસ્સા પણ સમાજમાં બનતા હોય છે.