‘એવી ઓર્ગેનિક્સ’ એ ભારતનું પ્રથમ નેચરલ-બ્લેક આલ્કલાઇન વોટર ઇવોકસ પ્રસ્તુત કર્યું
- ઇવોકસ 70થી વધારે કુદરતી ખનિજ તત્ત્વો ધરાવે છે, જેથી એનો કલર વિશિષ્ટ બ્લેક છે
- શ્રેષ્ઠ હાઇડ્રેશન પ્રદાન કરે છે, ઉત્તમ ડિટોક્સિફિકેશન, ચયાપચયની પ્રક્રિયામાં સુધારો અને સક્રિયતા વધારે છે
- ગુજરાતમાં હવે અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉપલબ્ધ છે
- કંપનીએ વડોદરામાં સંપૂર્ણપણે ઓટોમેટિક ઉત્પાદન અને બોટલિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા 1 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે
અમદાવાદ, વડોદરાનું સ્વદેશી સ્ટાર્ટ-અપ સાહસ એ. વી. ઓર્ગેનિક્સે આજે ગુજરાતમાં ભારતનાં પ્રથમ નેચરલ બ્લેક આલ્કલાઇન વોટર ‘ઇવોકસ’ લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ લોંચ કંપનીની વિસ્તરણ વ્યૂહરચના સાથે તથા મહત્તમ ડિહાઇડ્રેશન અને ડિટોક્સિફિકેશન મારફતે વેલનેસ અને સ્વસ્થ જીવન જીવવા માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ગ્રાહકોને પ્રદાન કરવાના વિઝન સાથે સુસંગત છે. ઇવોકસનું ફોર્મ્યુલેશન શ્રેષ્ઠ અને સાતત્યપૂર્ણ હાઇડ્રેશન પ્રદાન કરે છે અને જાળવે છે, વધારે સારું ડિટોક્સિફિકેશન કરે છે અને ચયાપચયની પ્રક્રિયા સુધારે છે, જેથી અત્યારે સતત ભાગદોડ કરતાં ગ્રાહકોને લાભ થશે.
ગુજરાતમાં લેટેસ્ટ લોંચ અગાઉ બ્રાન્ડે અગાઉ પૂણે, ચંદીગઢ, જયપુર, દિલ્હી અને ગુરગાંવ જેવા શહેરોમાં આ બ્રાન્ડ લોંચ કરી હતી, જ્યાં પ્રોડક્ટ ટોચનાં રિટેલ આઉટલેટમાં ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટ્સ એમેઝોન, પેટીએમ મોલ, સ્નેપડિલ તેમજ બ્રાન્ડની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં પ્રોડક્ટ હૈદરાબાદ, ગોવા, મુંબઈ અને બેંગલોરમાં લોંચ થશે.
બ્રાન્ડ વર્ષ 2019માં લોંચ થયા પછી અત્યાર સુધી કંપનીને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને 7000થી વધારે કેસનું વેચાણ થઈ ગયું છે (એક કેસમાં 24 બોટલ સામેલ છે). અત્યારે ઇવોકસ તમામ શહેરોમાં 1000થી વધારે આધુનિક ટ્રેડ આઉટલેટમાં ઉપલબ્ધ છે તથા માર્ચ, 2020 સુધીમાં નોંધપાત્ર સંખ્યામાં આઉટલેટને આવરી લેવાની યોજના ધરાવે છે.
બોટલની આ નવી કેટેગરી ખાસ કરીને 21મી સદીના ભારતીય ગ્રાહકો માટે વિકસાવવામાં આવી છે, જેનો આશય હાઇડ્રેશન અને સારાં સ્વાસ્થ્યની જરૂરિયાતોને પ્રોત્સાહન આપવાનો છે. કંપનીએ વડોદરામાં 50,000 ચોરસ ફીટમાં પથરાયેલા અને આરએન્ડડી યુનિટ ધરાવતા સંપૂર્ણપણે ઓટોમેટિક ઉત્પાદન અને બોટલિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 1 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે તથા વિસ્તરણ અને માર્કેટિંગ પર 1.5 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. આ પ્લાન્ટ વર્ષ 40 મિલિયન બોટલનું ઉત્પાદન કરી શકે છે.
માનવીય હાથોના સ્પર્શ વિના ફૂલી-ઓટોમેટેડ, સ્ટરાઇલ, ફાર્મા-ગ્રેડ પ્લાન્ટમાં સંપૂર્ણપણે પ્યોરિફાઇડ વોટર અને બોટલમાં 70થી વધારે કુદરતી ખનીજો ઉમેરવામાં આવે છે. અમેરિકાનાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. નોબર્ટ ચિરાઝે સંશોધિત કરેલા પૃથ્વીનાં પોપડાની અંદર રહેલા મિશ્ર કુદરતી ખનીજ તત્ત્વોનાં સ્ત્રોતોમાંથી પાણીને એનો વિશિષ્ટ કાળો રંગ પ્રાપ્ત થયો છે. સ્વાસ્થ્ય અને સુખાકારીમાં ટોચનાં ન્યૂટ્રિશનલ કન્સલ્ટન્ટ અને નિષ્ણાત ડો. ચિરાઝે ન્યૂટ્રિશન અને વેલનેસમાં પીએચડી કર્યું છે. તેઓ એ. વી. ઓર્ગેનિક્સનાં મુખ્ય માર્ગદર્શક અને મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કંપનીનાં બોર્ડનાં સભ્ય છે.
આ લોંચ પર એ. વી. ઓર્ગેનિક્સ એલએલપીનાં સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર આકાશ વાઘેલાએ કહ્યું હતું કે, “અમે ઓનલાઇન અને ઓફલાઇન બજારોમાં ઇવોકસ માટેની માગમાં પોઝિટિવ વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ. અત્યાર સુધી સારો અને પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે. અમને ગ્રાહકો પાસેથી રીપિટ ઓર્ડર્સ મળી રહ્યાં છે, જેનાથી અમારો વિશ્વાસ વધ્યો છે અને ભારતમાં વધારે શહેરોમાં કામગીરી વધારવા પ્રોત્સાહન મળ્યું છે. અત્યારે અમે મોટા ભાગનાં મેટ્રો અને નાનાં મેટ્રોમાં બ્રાન્ડ ઉપલબ્ધ કરાવી છે. અમદાવાદ વાઇબ્રન્ટ સિટી છે, જ્યાં લોકો તેમની જીવનશૈલી સાથે સંબંધિત ઇનોવેટિવ ઉત્પાદનોને સ્વીકારવા ઇચ્છે છે. શહેરની વિવિધતા, સમજુ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને અમને વિશ્વાસ છે કે, આલ્કલાઇન, ખનીજ તત્ત્વોથી સમૃદ્ધ ઇવોકસ હાઇડ્રેશન વધારીને અને વધારે શુદ્ધિકરણ દ્વારા વેલનેસ માટેની તેમની ઇચ્છા પૂર્ણ કરશે. આ લોંચથી અમને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં, ગુજરાતનાં બજારમાં અમારી કામગીરી વધારવામાં મદદ મળશે. ઇવોકસ પ્રસ્તુત કરવાનો આશય એના યુઝર્સનાં સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારીને વધારવાનો છે. આ પ્રોડક્ટ યુવા પેઢી અને પુખ્ત વૃદ્ધો એમ બંને પ્રકારનાં ઉપભોક્તાઓ માટે ઘણી રીતે લાભદાયક છે.”
ઇવોકસનાં 500 એમએમલનાં પેકેજની કિંમત રૂ. 100 અને 250 એમએલની કિંમત રૂ. 60 છે. આ અગ્રણી વિવિધ શહેરોમાં સુપરમાર્કેટ અને આધુનિક રિટેલ આઉટલેટમાં ઉપલબ્ધ છે. અત્યારે આ બ્રાન્ડ અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉપલબ્ધ છે, જ્યાં કંપનીએ નોંધપાત્ર વિતરણ કામગીરી સ્થાપિત કરી છે.
ઓનલાઇન વિતરણનાં ભાગરૂપે 6 અને 24ના પેકમાં ઉપલબ્ધ બ્રાન્ડે એમેઝોન, સ્નેપડિલ અને પેટીએમ મોલ સાથે જોડાણ કર્યું છે. ઇવોકસ કંપનીના ઓનલાઇન સ્ટોર www.drinkevocus.comપર પણ ઉપલબ્ધ છે.
શ્રી વાઘેલાએ ઉમેર્યું હતું કે,“જ્યારે કંપની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમનકારી ધારાધોરણોનું પાલન કરે છે, ત્યારે એનો ઉત્પાદન પ્લાન્ટ સ્થાનિક લોકો માટે વધારે રોજગારીનું સર્જન કરશે, આ વિસ્તારમાં ઔદ્યોગિક રોજગારી ઊભી કરશે. ઉપરાંત નિયમિત તાલીમ અને કુશળતા વધારવા માટેનાં કાર્યક્રમો કામદારોની કુશળતા સતત વધારવા માટે કાર્યક્રમો હાથ ધરશે.”
ઇવોકસ પાંચ રીતે લાભદાયક છે:
- ઊંચી પીએચ વેલ્યુ, સાથે સ્વાભાવિક આલ્કલાઇન ધરાવતું ઇવોકસ સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો, અસંતુલિત આહાર, પ્રવાહીનું અપર્યાપ્ત સેવન અને અન્ય ઘણાં કારણોસર થતી એસિડિટી સામે સતત રક્ષણ આપે છે. ઇવોકસ અત્યારે ઉપભોક્તાઓને અવારનવાર થતી એસિડિટી અને આનુષંગિક સમસ્યાઓ માટે ફાર્માસ્યુટિકલ દવા માટેની જરૂરિયાત ઓછી કરે છે.
- ઇવોકસનાં કુદરતી ખનીજ તત્ત્વો શ્રેષ્ઠ, સતત હાઇડ્રેશન પૂરું પાડે છે. ઇવોકસ ઉપભોક્તાઓને પાણી કરતા વધારે હાઇડ્રેશન પૂરું પાડે છે. એટલે ઉપભોક્તાઓ લાંબા ગાળા માટે ઝડપથી હાઇડ્રેટ રહેવા માટે ઇવોકસ પર આધાર રાખી શકે છે.
- અત્યારે ઉપભોક્તાઓ ‘કુદરતી’ અને પ્રક્રિયાકૃત એમ બંને પ્રકારનાં રોજિંદા આહારમાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જંતુનાશકો અને રાસાયણિક પદાર્થોનું સેવન કરે છે. ફુક પેકેજિંગ, હવા અને પ્રદૂષિત પાણી દ્વારા અન્ય ઝેરી પદાર્થો પણ આપણા શરીરમાં ભળે છે. આ ઝીરી પદાર્થો આપણા કોષમાં જામે છે, જેથી શરીરમાં પ્રતિકૂળતા પેદા થાય છે, સ્વાસ્થ્ય નબળું પડે છે અને લાંબા ગાળાનાં રોગો થવાનું જોખમ વધે છે. સંતુલિત, કુદરતી ખનીજ તત્ત્વો ધરાવતું ઇવોકસ આપણા કોષોમાં આ ઝેરી પદાર્થોને તોડવામાં મદદ કરે છે, સાથે સાથે આપણા રક્તપ્રવાહને શુદ્ધ કરે છે, જેથી શરીરને આ ઝેરી પદાર્થોને સંપૂર્ણપણે અને નિયમિત રીતે નિકાલ કરવામાં મદદ મળે છે. ઇવોકોસ શરીરનાં શુદ્ધિકરણનો કાયમી લાભ પ્રદાન કરે છે.
- મનુષ્યના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં ડિટોક્સિફિકેશન સૌથી મોટો લાભ હોવા છતાં ઇવોકસ વધારે લાભ આપે છે. એમાં રહેલા કુદરતી ખનીજ તત્ત્વો આપણા ખાદ્ય પદાર્થોમાં રહેલા તમામ પોષક તત્ત્વોનું વધારે શોષણ કરે છે અને પ્રક્રિયાઓ વધારે છે, જેથી આપણું શરીર ખાણીપીણીમાંથી વધારે સારાં ગુણો મેળવે છે. ચયાપચયની આ સંવર્ધિત પ્રક્રિયા ઇવોકસનો ચોથો મુખ્ય લાભ છે.
- આલ્કલાઇનિટી, શ્રેષ્ઠ હાઇડ્રેશન, શુદ્ધિકરણ અને પાચનમાં વધારા ઉપરાંત આ યુવાન અને વૃદ્ધ એમ બંને ગ્રાહકોમાં જાગૃતિનું સ્તર વધારવા માટે સીધું પ્રદાન કરે છે. ઇવોકસનું નિયમિત સેવન કરવાથી વ્યક્તિને સ્વસ્થ અને સક્રિય બનવાની સાથે અનેક વિકારો અને રોગોનું જોખમ ઓછામાં ઓછું કરવામાં પણ મદદ મળશે.