Western Times News

Gujarati News

એવું તે શું થયું કે “આપ”ના બે કોર્પોરેટરોના ફોન બંધ અને સંપર્ક વિહોણા

“આમ આદમી પાર્ટી”ના બે કોર્પોરેટર સંપર્ક વિહોણા

સુરત, સુરત આમ આદમી પાર્ટી (AAP)માં ફરી એકવાર ગાબડાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ પાર્ટીના ૪ મહિલા સહિત પાંચ કોર્પોરેટર્સ ભાજપમાં જાેડાયા હતા. ત્યારે હવે વધુ બે કોર્પોરેટર પાર્ટીનો છેડો ફાડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા ૨૪ કલાકથી બંને કોર્પોરેટરોના ફોન બંધ હોવાથી તેઓ સંપર્ક વિહોણા બન્યા છે.

ત્યારે સુરત આપને વધુ એક ઝટકો લાગી શકે છે. જાે આવું થાય તો ગુજરાત વિધાનસભાની ચૂંટમી પહેલા સુરત આપમાં મોટી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સુરતમાં મહિલા કોર્પોરેટરનો ફોન છેલ્લા ૨૪ કલાકથી બંધ હોવાથી પાર્ટીમાં ચિંતાનો માહોલ છે.

મહિલા કોર્પોરેટર ક્યાં છે તે અંગે કોઈને કશું જ ખબર ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગુમ થયેલા કોર્પોરેટર પાર્ટી છોડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ ચાર મહિલા કોર્પોરેટર સહિત પાંચ કોર્પોરેટરોએ પાર્ટી છોડી હતી. જાે આવું જ ચાલતું રહ્યું તો સુરતમાં પાર્ટીની ઓફિસે તાળા લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ૪ ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાના પાંચ કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કરી પાર્ટીને ઝાટકો આપ્યો છે. હજુ લગભગ આટલા જ કોર્પોરેટરો ગમે ત્યારે છેડો ફાડે એવી શક્યતા છે. બીજી તરફ આમઆદામી પાર્ટીએ વધુ એક વખત ભાજપ ઉપર ધાકધમકી, લોભ, લાલચથી પોતાના કોર્પોરેટરોને લઇ ગયા હોવાનો આરોપ મૂકતા ભાજપે ફગાવી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.