એવું તે શું થયું કે, “ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ” સેટ પર બધાની બોલતી બંધ થઈ ગઈ!
એન્ડટીવી પર “ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ”માં શાંતિ મિશ્રાની ભૂમિકા ભજવતી અભિનેત્રી ફહાના ફાતેમાએ છેલ્લા થોડા સપ્તાહથી સેટ્સ પર બધા સાથે બોલવાનું બંધ કરી દીધું છે.
અભિનેત્રી કલાકારો અને ક્રુથી દૂર રહેવા લાગી હતી. ફરહાનાના આવા વર્તનથી તેના સાથીઓ દંગ રહી ગયા હતા અને બધા જ શા માટે શાંતિ હુઈ શાંત એવું વિચારતા હતા. જોકે અમે ઊંડાણમાં ઊતર્યા ત્યારે તેનું કારણ જાણીને દંગ રહી ગયા.
અમે ફરહાના ફાતેમા (શાંતિ)નો કરતાં તેણે અમને જણાવ્યું, “મેથડ એક્ટિંગ પાત્રના ઊંડાણમાં ઊચરવા માટે સૌથી અસરકારક વ્યવહારમાંથી એક છે. અને હું મારા આગામી એપિસોડમાં તેનું પાલન કરી રહી છે, જ્યાં તમે મને શાંત તરીકે જોશો. તમારી અશાંત શાંતિ શાંત (હસે છે) થયેલી જોવા મળશે.
જોકે આ આસાન નથી. હું બોલકણી હોવથી ઘણી બધી ચર્ચામાં જવાબ આપવા માગતી હોઉં છું, પરંતુ કેમે કરીને પોતાને રોકી લઉં છું. મેં મારી આખી ટીમને પણ આમાં મને ટેકો આપવા અને મારી જોડે વાત નહીં કરવા સૂચના આપી છે. જોકે અમુક વાર તેઓ ભૂલી જાય છે અને મારી સાથે વાત કરી બેસે છે, પરંતુ હું એક હરફ પણ નહીં ઉચ્ચારાય તેનું ધ્યાન રાખું છું. તેનાથી ઘણી વાર મને કસૂરવાર લાગણી થાય છે.”
ફરહાના આ વિશે વધુમાં ઉમેરે છે, “મારું શાંતિનું પાત્ર તેના પતિ મિશ્રા (અંબરીશ બોબી)ને એવું કહેતા સાંભળે છે કે પત્નીના એકધાર્યા આક્રોશ અને બકબકથી પોતે કઈ રીતે પરેશાન છે અને તે સમયે શાંતિ મૌનવ્રત લેવાનું નક્કી કરે છે.
આ વાર્તા મને સંભળાવવામાં આવી ત્યારે હું થોડી નર્વસ થઈ હતી કે આખી વાર્તામાં શાંત કઈ રીતે રહી શકીશ, કારણ કે હું અસલ જીવનમાં બહુ બોલકણી છું. આથી મેં મેથડ એક્ટિંગની પદ્ધતિ અપનાવવાનું નક્કી કર્યું અને મારી ક્રાફ્ટમાં હું ફરક જોઈ શકું છું.”
ફહાનાની સહ-કલાકાર અને વહાલી બહેનપણી આકાંક્ષા શર્મા (સકીના મિરઝા) કહે છે, “ફરહાના મારી ગો-ટુ ગોસિપ બડી છે. જોકે તે મેથડ એક્ટિંગ પ્રક્રિયામાંથી પસાર થતી હતી ત્યારથી મને બહુ કંટાળો આવતો હતો. મને જ નહીં પણ બધા કલાકારો અને ક્રુને પણ મજા આવતી નહોતી.
ઐસા લગ રહા થા જૈસે સેટ પે વાકઈ શાંતિ છા ગઈ હોય. જોકે બીજી બાજુ તેણે આ ભાગને કેટલો ગંભીરતાથી લીધો છે અને નિર્માણકારોના વિચારોને ન્યાય આપવા કેટલી સખત મહેનત લીધી છે તે ખરેખર સરાહની છે.”