Western Times News

Gujarati News

એવું તે શું થયું કે ગુજરાતી બિઝનેસમેન ઓફિસમાં બેસીને મીટીંગ કરી રહ્યા હતા, ત્યાંથી જ અપહરણ કરાયું

ભરતભાઈને છેલ્લા ૮ દિવસથી બંધક બનાવાયા છે-મોઝમ્બિકમાં ગુજરાતી બિઝનેસમેનનું અપહરણ

(એજન્સી)આણંદ,  આફ્રિકાના મોઝામ્બિકમાં પરિવાર સાથે રહેતા અને મૂળ ગુજરાતી બિઝનેસમેનનું અપહરણ થતા મોઝમ્બિકનાં ભારતીય સંગઠન દ્વારા મોઝમ્બિક સરકારને રજુઆત કરી છે. તેમજ આણંદના તેમના મિત્રો અને ભાગીદાર દ્વારા સાંસદ મિતેષ પટેલને રજુઆત કરવામાં આવી છે.

ગુજરાતના મૂળ જામજાેધપુરનાં ૫૮ વર્ષીય ભરતભાઇ ધનજી ટપુનાં વડવાઓ ચાર પેઢી પૂર્વે મોઝમ્બિક ગયા હતા અને વેપારમાં ઝંપલાવ્યું હતું. તેમના પરિવારે સ્થાનિક સ્તરે બિઝનેસમેન તરીકે નામના મેળવી હતી. ગત ૧૨મી ફેબ્રુઆરીનાં રોજ ભરતભાઈ તેમની ઓફિસમાં બેસીને મીટીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા લોકો આવી ચઢ્યા હતા. જેઓએ તેમનું અપહરણ કર્યુ હતું અને ત્યાંથી લઈ ગયા હતા.

ભરતભાઈને અપહરણ કરી છેલ્લા ૮ દિવસથી બંધક બનાવવામાં આવ્યા છે. જેને કારણે તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સાથે જ ગુજરાતમાં રહેતા તેમના સ્વજનો પણ ચિંતામાં સરી પડ્યા છે. આ અંગે ભારતીય સંગઠન દ્વારા મોઝમ્બિક સરકારને રજુઆત કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી. તેમના પરિવાર દ્વારા વહેલીતકે છોડાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

બીજી તરફ, ભરતભાઇ ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરની બીમારીથી પીડાઈ રહ્યા હોઈ દવાઓ વિના તેમના જીવન સામે જાેખમ રહેલું છે. જેથી તેમના પરિવારજનોમાં વધુ ચિંતા જાેવા મળી રહી છે. ભરતભાઇનાં મિત્ર અને ભાગીદાર ભરત સુતરિયા દ્વારા આ અપહરણ બાબતે સાંસદ મિતેષ પટેલને રજુઆત કરાઈ છે. સાંસદ દ્વારા આ બાબતે મોઝમ્બિક હાઈકમિશન અને વિદેશ મંત્રલાયને રજૂઆતો કરાઈ છે.

ભરતભાઇનો પરિવાર છેલ્લી ચાર પેઢીથી મોઝમ્બિકમાં વસવાટ કરે છે. તેઓ અવારનવાર ગુજરાત આવે છે. અમદાવાદ, સુરત, આણંદ સહિત અનેક શહેરોમાં તેઓએ રોકાણ કર્યું છે. બે ચાર વર્ષે તેઓ ભારતમાં અવાર જવર કરતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.