એવું તે શું થયું કે, ચાર જણા આખી રાત ઝુંપડામાં મગર સાથે સૂઈ રહ્યા!

પ્રતિકાત્મક
વડોદરા, વડોદરામાં વારંવાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતાં હોવાના તેેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મગર દ્વારા હુમલાના બનાવો બનતા હોય છે. વડોદરામાં મગરની આવી જ એક દિલધડક ઘટના સામે આવતા ચાર શ્રમજીવીઓનો બચાવ થયો છે.
રાજમહલ રોડથી વિશ્વામિત્રી જવાના રસ્તે લાલબાગ બ્રિજ નીચે આવેલા ઝૂંપડાઓમાં શ્રમજીવીઓ રહે છે. એક ઝુંપડામાં ચાર શ્રમજીવીઓ સુઈ રહ્યા હતા. ત્યારે ચાર ફૂટનો મગર ઝુંપડામાં ઘુસી આવ્યો હતો. શ્રમજીવીઓ નિરાંતે નીંદર માણી રહ્યા હતા. અને ત્યારે જ મગર તેમનાથી પાંચ ફૂટ નહાવાની ચોકડીમાં અડીંગો જમાવીને બેઠો હતો.
સવારે ઉઠેલા શ્રમજીવીઓ પૈકી એક જણાનું ધ્યાન ચોકડી પર જતાં કોઈક હલતુ દેખાયુ હતુ.તેણે ફરીથી જાેયુ તો ત્યાં મગર હતો. જેથી શ્રમજીવીઓ બુમ પાડીને દોડતા ઝુપડામાંથી બહાર નીકળી ગયા હતા. બનાવને પગલે ઉહાપોહ મચી જતાં લોકો ભેગા થઈ ગયા હતા. અને ગુજરાત પ્રાણી કુરતા નિવારણ સંસ્થાના કાર્યકરોને જાણ કરી હતી. કાર્યકરોએ અડધો કલાકની ભારે જહેમત બાદ મગરનંુ રેસક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.