એવું તે શું થયું કે, પોલીસ નવવધુના રૂમમાં ઘૂસી ગઈ

પ્રતિકાત્મક
બિહાર પોલીસે દારૂની શોધમાં નવવધૂના રૂમમાં પ્રવેશ કર્યોઃ વિપક્ષે સરકારની ટીકા કરી
પટણા, બિહારમાં તાજેતરની એક દુર્ઘટનાઓને લીધે ઘણાએ દારૂ પરના પ્રતિબંધનો કાર્યક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. પરંતુ તે સિસ્ટમની અંદરની સાંઠગાંઠ પણ દર્શાવે છે. આવી દુર્ઘટનાઓના સિલસિલાને પગલેે મુખ્યમંત્રી નીતિશકુમારે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેેઠક યોજી હતી. અને દારૂબંધીના ઉલ્લંઘનના કિસ્સામાં જવાબદાર અધિકારીઓને સીધી કાર્યવાહીની ચેતવણી આપી હતી.
મુખ્યમંત્રીના કડક શબ્દો પછી અચાનક જ પોલીસ ટીમો એકશન મોડમાં આવી ગઈ હતી. અને તેઓએે પટના જેવા શહેરોમાં અનેક હોટલો અને ખાણીપીણીની દુકાનોમાં દારૂની શોધમાં દરોડા પાડ્યા હતા.
જાે કે રાજ્યની રાજધાનીમાં આવા એક દરોડા દરમ્યાન પોલીસ મૂળભૂત શિષ્ટાચાર ભૂલી ગઈ હોય એવુૃ લાગી રહ્યુ હતુ. અને ટીમમાં મહિલા પોલીસની ગેરહાજરીમાં નવવધૂના રૂમમાં પ્રવેશ કર્યો હતો.
આ ઘટનાએ હવે બિહારમાં રાજકીય હલચલ મચાવી દીધી છે. પોલીસ ટીમ અને સરકાર પર આકરા પ્રહારો શરૂ કરતા, રાજ્યના ભૂતપૂર્વ સીએમ રાબડી દેવીએ કન્યાની ગોપનીયતાનુૃ ઉલ્લંઘન કરવા બદલ પોલીસ ટીમની નિંદા કરી છે.
રાબડીદેવીએ ઉમેર્યુ હતુ કે બિહારમાં દારૂની હિલચાલ રોકવાને બદલે રાજય પોલીસ નિર્દોષ લોકોને હેરાન કરવામાં વ્યસ્ત છે. તેમણે સરકાર પર રાજ્યમાં દારૂ માફિયાઓ સાથે હાથ મિલાવવાનો આરોપ લગાવ્યો છે. અને કહ્યુ છે કે સાંઠગાંઠ તોડવાને બદલે પોલીસ રાજ્યના નિર્દોષ નાગરીકોને પરેશાન કરી રહી છે.
રાબડીના પુત્ર અને બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ આ ઘટના માટે પોલીસની ટીકા કરી હતી. બિહારમાં સીએમ નીતિશ કુમારના નેતૃત્વમાં દારૂના સેવન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. જાે કે વિરોધ પક્ષો આક્ષેપ કરે છે કે પ્રતિબંધ માત્ર કાગળ પર જ હોવા છતાં એ રાજ્યમાં શરાબ સરળતાથી ઉપલબ્ધ છે.
બિહાર કોંગ્રેસના વડા મદન મોહન ઝાએ તાજેતરમાં કહ્યુ હતુ કે સરકારે દારૂબંધી હટાવવા માટે વિચાર કરવો જાેઈએ. ઝાએ કહ્યુ હતુ કે દારૂબંધીને સફળ બનાવવાની જવાબદારી તમામ રાજકીય પક્ષોની છે. પરંતુ જાે સરકાર પ્રતિબંધને યોગ્ય રીતે લાગુ કરી શકતી નથી તો સીએમ નીતિશકુમારે કૃષિ કાયદાને પાછો ખંચવાની જેમ પ્રતિબંધ પણ પાછો ખેચી લેવો જાેઈએ.