એવું તે શું થયું કે મેચ જીત્યા બાદ હાર્દિકની પત્નિ ભાવુક થઈ ગઈ
IPL ફાઈનલમાં જીત બાદ જેવી નતાશા પતિ હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને મળી કે ભાવુક થઈ ગઈ હતી. હાર્દિકે ગળે લગાવીને લાંબા સમય સુધી તેને સંભાળી હતી. સંભાળ્યા બાદ નતાશાએ પતિ પર પ્રેમ પણ લૂટાવ્યો હતો.
હાર્દિક પંડ્યા માટે આ ટ્રોફી અત્યંત મહત્ત્વ રાખે છે. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ તેને મુંબઈ ઈન્ડિયન્સે પણ રિટેન કર્યો નહોતો.
તેણે દમદાર પ્રદર્શન કરતાં ટીમને ચેમ્પિયન બનાવી તો મેદાન પર તેને મળતાંની સાથે જ પત્ની નતાશા ઈમોશનલ થઈ ગઈ હતી. ટીમની જીત બાદ મેદાન પર પહોંચેલી નતાશાને હાર્દિકે ગળે લગાવી હતી. આ વેળાએ નતાશા અત્યંત ભાવુક દેખાઈ રહી હતી.
આ પછી તે હસતાં હસતાં હાર્દિકના ગાલ પર હાથથી પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી હતી. આ અંગેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.