Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ટ્રોલ થઈ

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પણ ઘણી એક્ટિવ રહે છે. લોકો શમીને લઈને ઘણી વખત હસની જહાંને ટ્રોલ કરતા રહે છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે લોકોનું ધ્યાન શમીની પત્નીએ એકવાર ફરી ખેંચી લીધું છે.

હસીને હવે એક નવો ફોટો શેર કર્યો છે. આ ફોટોને લઈને પણ તેમને લોકો પાસેથી સારું ખરાબ સાંભળવું પડી રહ્યું છે. ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર બેકલેસ પોઝમાં ફોટોઝ શેર કર્યો છે.

આ પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે તેમણે ૪ કિલો વજન ઘટાડ્યું છે. હસીન જહાંની આ તસવીરને ઘણા પ્રશંસકોએ ઘણી પસંદ કરી, પરંતુ અમુક લોકોએ ફિગર મેન્ટેન કરવાની સલાહ આપી હતી. તેના સિવાય એક યૂઝરે તો હસીનને એટલે સુધી કહી દીધું કે આ જ કારણથી સંબંધો તૂટી જાય છે.

મોહમ્મદ શમી સાથે વિવાદના કારણે હસીન જહાં ઘણા સમયથી પોતાની પુત્રીની સાથે અલગ રહે છે. મોહમ્મદ શમી અને હસીન વચ્ચે વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, બન્ને વચ્ચે હજુ છૂટાછેડા થયા નથી. જાણવા મળી રહ્યું છે કે વર્ષ ૨૦૦૨માં હસીનને એક દુકાનદાર સાથે પ્રેમ થયો હતો, જેનું નામ શેખ સેફૂદ્દીન હતું.

તે વખતે હસીન ૧૦મા ધોરણમાં ભણતી હતી. હસીન જહાંએ પરિવાર વિરુદ્ધ જઈને તેજ વર્ષમાં સૈફૂદ્દીન સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન વધારે સમય ટકી શક્યા નહોતા. હસીન અને સૈફૂદ્દીનનો વર્ષ ૨૦૧૦માં તલાક થયા. હસીન અને સૈફૂદ્દીનના ૨ બાળકો પણ છે, જે પોતાના પિતાની પાસે રહે છે.

તમને જણાવી દઈએ કે ૨૦૧૮માં મોહમ્મદ શમી પર તેમની પત્ની હસીન જહાંએ લગાવેલા મારપીટ, રેપ, હત્યાની કોશિશ અને ઘરેલૂ હિંસા જેવા આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરાવી હતી. હસીન જહાં એ શમી અને તેમના ભાઈ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાવી હતી.

શમી વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૯૮ એ (દહેજ ઉત્પીડન) અને કલમ ૩૫૪ (યૌન શોષણ) હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો, જ્યારે તેમના ભાઈ હાસિદ અહમદ પર કલમ ૩૫૪ (યૌન શોષણ) હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, મોહમ્મદ શમીએ ૬ જૂન ૨૦૧૪એ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.