એશા દેઓલ અને અમીષા પટેલ વચ્ચે છેડાયું વાકયુદ્ધ
નીપોટિઝમની બબાલ અમીષાએ કહ્યું, “સ્ટાર કિડ્ઝે રોલ પડાવી લીધા” તો એશા બોલી, “કામ વગર કોઈ બેઠું નથી”
મુંબઈ,અમીષા પટેલે પોતાની કરિયરના અનુભવનો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમની સાથેના લોકો સફળતા સહન કરી શક્યા ન હતા. અમીષાએ કહ્યું, “જ્યારે મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો તે વખતે મારી આસપાસ ફિલ્મ અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓના બાળકો જ હતા. હું બહારની હતી અને હું ભણેલી હતી એટલે મને લોકો સાઉથ બોમ્બેની ઘમંડી છોકરી તરીકે જ જોતાં હતાં.
હું સેટ પર બકવાસ કરતી નહોતી, પણ પુસ્તકો વાંચતી હતી. મેં લોકો સાથે વાત કરવાને બદલે પુસ્તકો વાંચવાનું પસંદ કર્યું એટલે લોકોએ મને ઘમંડી કહી.” અમીષાએ ડેબ્યુ કર્યું એ જ સમય દરમિયાન કરીના કપૂર અને એશા દેઓલે પણ કરિયર શરૂ કરી હતી. અમીષાએ કહ્યું કે, ઇશા અને કરીનાએ મારી પાસેથી રોલ પડાવી લીધાં.”
એશા દેઓલે આ નિવેદન સાથે અસહમતિ દર્શાવી છે. ઇશા દેઓલે ૨૦૨૨માં ‘રૂદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ’થી કમબૅક કર્યું હતું. આ શોમાં તેની સાથે અજય દેવગન લીડ રોલમાં હતો. એશાએ ડેબ્યુ કર્યું ત્યારે કરિના કપૂર, અમીષા પટેલ ને પ્રિયંકા ચોપડાએ પણ ડેબ્યુ કર્યું હતું. અમીષાના નિવેદન પર પ્રતિસાદ આપતા ઇશાએ કહ્યું, “શું તેમણે આવું કહ્યું? મારા વિચાર ઘણા અલગ છે. મને લાગે છે કે અમે બધાં પોતપોતાના હિસ્સામાં વ્યસ્ત હતાં, જે અમને આપવામાં આવ્યું હતું.
એ સમયે મારે ઘણા લોકો સાથે ઘણી સારી દોસ્તી હતી અને મને લાગે છે કે મારી જાણકારી મુજબ કોઈએ કોઈના રોલ છીનવ્યા નથી.” એશાએ આગળ કહ્યું, “દરેક પોતાના ક્ષેત્રમાં કામ કરવામાં વ્યસ્ત અને ખુશ હતાં. બધઆં જ બહુ હળીમળીને રહેતાં હતાં. બધી જ છોકરીઓ, પુરુષો પણ ઘણાં હળીમળીને કામ કરતા હતા. મને લાગે છે કે બધાં જ કામ કરતાં હતાં અને અમારી પાસે કરવા માટે ઘણું હતું. એવું નહોતું કે અમારાંમાંથી કોઈ કામ વિના બેઠું હતું.”ss1