એશિઝમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓ સામે દર્શકોની વાંધાજનક ટિપ્પણી
સિડની, ઓસ્ટ્રેલિયામાં હરિફ ટીમોના ખેલાડીઓ સાથે ઓસી દર્શકોની વર્તણૂંકને લઈને છાશવારે વિવાદ સર્જાતા હોય છે. હવે એશિઝ સિરિઝમાં પણ આવુ જાેવા મળ્યુ છે.સિડનીમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી એશિઝ સિરિઝમાં ત્રીજા દિવસની રમતના અંતે કેટલાક દર્શકોએ ઈંગ્લેન્ડના પ્લેયર જાેની બેયરસ્ટો અને બેન સ્ટોક્સ પર વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.
જાેની બેરસ્ટોએ ગઈકાલે ૧૦૩ રન સાથે સદી ફટકારીને રમતની અંતે નોટઆઉટ રહ્યો હતો.બેન સ્ટોક્સે પણ ૬૬ રનની ઈનિંગ રમીને ઈંગ્લેન્ડને ફોલોઓનથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
દરમિયાન બીજા સેશનની રમતના અંતે બંને ખેલાડીઓ ટી બ્રેક માટે પાછા ફરી રહ્યા હતા ત્યારે એક દર્શકે કોમેન્ટ કરી હતી કે, સ્ટોક્સ તુ બહુ જાડો થઈ ગયો છે. એક દર્શકે બેયરસ્ટોને કહ્યુ હતુ કે, તુ સ્વેટર ઉતાર તો તારુ વજન થોડુ ઓછુ થશે.
બેયરસ્ટોએ તો કોમેન્ટને નજર અંદાજ કરી હતી પણ બેન સ્ટોક્સે પાછળ ફરીને કોઈ જવાબ આપ્યો હતો.આ દરમિયાન ટીમ ડાયરેકટર એશ્લે જાઈલ્સ પણ પેવેલિયન તરફ જવાના દાદર પર જ ઉભા રહીને સાંભળી રહ્યા હતા. બાદમાં બેફામ ટિપ્પણી કરનારા ત્રણ દર્શકોને મેદાનની બહાર કાઢવામાં આવ્યા હતા.SSS