એશિયન ગ્રેનિટોએ શાવર્સ અને બાથ એસેસરીઝની રેન્જ લોન્ચ કરી
અમદાવાદ, બાથવેર સેગમેન્ટમાં પોતાની હાજરી મજબૂત બનાવતાં ભારતની અગ્રણી ટાઈલ્સ અને હોમ ડેકોર બ્રાન્ડ (Tiles and Home decor brand) એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (Asian Granito Limited launched bath assessories Faucets, showers) ફોસેટ્સ, શાવર્સ અને બાથ એસેસરીઝ ક્ષેત્રે પ્રવેશી રહી છે. કંપની હવે તેની વિશાળ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ અને બ્રાન્ડ ઈક્વિટીનો ઉપયોગ કરીને સંપૂર્ણ બાથરૂમ સોલ્યુશન્સ પૂરા પાડશે. એજીએલ ડિસેમ્બર 2019 સુધીમાં લગભગ 12-15 સિરીઝ સાથે તેની કોમર્શિયલ કામગીરી શરૂ કરશે અને આગામી સમયમાં પ્રિમિયમ રેન્જ લોન્ચ કરવા સહિત ક્રમિકપણે તેનું વિસ્તરણ કરશે.
કંપનીએ તાજેતરમાં જ સેનિટરીવેર (Senitaryware range) ક્ષેત્રે વિસ્તરણ માટે લગભગ રૂ. 8-10 કરોડનું રોકાણ કર્યું છે અને ફોસેટ્સ તથા શાવર્સ ક્ષેત્રે વિસ્તરણ માટે રૂ. છથી આઠ કરોડનું વધારાનું રોકાણ કરી રહી છ. કંપની એજીએલ બાથવેરને આગામી ચાર-પાંચ વર્ષમાં રૂ. 150-200 કરોડની બ્રાન્ડ બનાવવાની નેમ ધરાવે છે.
આ પ્રસંગે વિસ્તારથી જણાવતાં એજીએલ બાથવેરના (AGL Bathware Profit Centre head Shaunak Patel, Pankaj Patel) પ્રોફિટ સેન્ટર હેડ્સ શ્રી શૌનક પટેલ અને શ્રી પંકજ પટેલે જણાવ્યું હતું કે “ફોસેટ્સ, શાવર્સ અને બાથ એસેસરીઝમાં વિસ્તરણ એ ‘બ્રાન્ડ એજીએલ’ હેઠળ વિશાળ રેન્જમાં ટાઈલ્સ, એન્જિનિયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ ઉપરાંત સંપૂર્ણ બાથરૂમ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે તાજેતરમાં લોન્ચ કરાયેલી અમારી સેનિટરીવેર રેન્જને સંપૂર્ણ બનાવશે.
કંપની મીડ અને મીડ-પ્રિમિયમ સેગમેન્ટમાં ફોસેટ્સ રેન્જ લોન્ચ કરી રહી છે અને આગામી સમયમાં અલ્ટ્રા-પ્રિમિયમ રેન્જ લોન્ચ કરવા અંગે વિચાર કરશે. પ્રારંભમાં કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મેળવશે અને જરૂરી વોલ્યુમ હાંસલ થશે પછી તેનું ઉત્પાદન શરૂ કરશે. અમને વિશ્વાસ છે કે અમારું મજબૂત ટાઈલ્સ વિતરણ નેટવર્ક ફોસેટ્સ અને સેનિટરીવેર માટે બજારમાંથી માંગ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”
તાજેતરના વર્ષોમાં બાથરૂમનો ખ્યાલ એક જરૂરિયાતની વસ્તુના બદલે લાઈફસ્ટાઈલ સોલ્યુશન તરીકે ઊભરી આવ્યો છે. આજે બાથરૂમ્સ તેનો દેખાવ ઉત્કૃષ્ટ બનાવવા અને લોકોની સુવિધા વધારે તેવા અનેક સોલ્યુશન્સ જેવા કે બાથવેર રેન્જ અને હાઈ-ટેક શાવર સિસ્ટમ્સથી સજ્જ થઈ રહ્યા છે.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતભરમાં ડીલર અને સબ-ડીલર નેટવર્ક સાથે 6,500થી વધુ ટચ પોઈન્ટ્સ, 300થી વધુ એક્સક્લુઝિવ એજીએલ ટાઈલ્સ શોરૂમ્સ અને કંપની હસ્તકના 13 ડિસ્પ્લે સેન્ટર્સ ધરાવે છે. બાથવેર ડિવિઝન આગામી 12-18 મહિનામાં ફોસેટ્સ અને સેનિટરીવેર માટે 500થી વધુ ડીલર ટચ પોઈન્ટ્સ અને 50થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સનું નેટવર્ક ઊભું કરશે.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના સીએમડી શ્રી કમલેશ પટેલ અને એમડી મુકેશ પટેલે જણાવ્યું હતું કે “દુનિયાભરમાં લોકોની આસપાસનો માહોલ સુંદર બનાવવાના અમારા દૂરંદેશીપણાને અનુલક્ષીને અમે આ વૈવિધ્યીકરણ કરી રહ્યા છીએ. કંપની એસેટ લાઈટ અને કેપિટલ લાઈટ બિઝનેસ મોડલ પર ધ્યાન આપવા, સ્થાનિક તથા નિકાસ બજારમાં મજબૂત રિટેલ બ્રાન્ડ બનવા તથા મહત્વના બિઝનેસ સેગમેન્ટ્સમાં અગ્રેસર સ્થાન મેળવવા માટે પ્રતિબદ્ધ છે. આ વ્યૂહરચનાને અનુલક્ષીને અમે ફોસેટ્સ ક્ષેત્રે વિસ્તરણ માટે રૂ. છથી આઠ કરોડનું રોકાણ કરી રહ્યા છે. સેનિટરીવેરની સાથે એજીએલ બાથવેર આગામી ચાર-પાંચ વર્ષમાં રૂ. 150-200 કરોડની બ્રાન્ડ બનશે તેવી અમને આશા છે.”
ફોસેટ્સ, શાવર્સ અને બાથ એસેસરીઝનું બજાર લગભગ રૂ. 9,000 કરોડનું હોવાનો અંદાજ છે અને તે વર્ષે આશરે 13-15 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે.