એશિયન ગ્રેનિટો ગુજરાતના મોરબીમાં વિશ્વનો સૌથી મોટો ટાઈલ શોરૂમ્સ ખોલશે
ભારતના ટાઈલ્સ હબ ગણાતા મોરબીમાં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં શોરૂમ ઊભો કરવાની કંપનીની યોજના, આ શોરૂમમાં એક જ સ્થળે એજીએલ ગ્રુપની સમગ્ર પ્રોડક્ટ રેન્જ જોવા મળશે
· શોરૂમમાં 150+ એન્જિનીયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ, 350+ સેનિટરીવેર, સીપી ફિટિંગ્સની 50+ શ્રેણી અને 5,000+ ટાઇલ્સ ઉત્પાદનોની શ્રેણી તમામ કદ, ડિઝાઇન અને વિકસતી ગ્રાહક પસંદગીઓને અનુરૂપ હશે
· કંપની હાલમાં 100થી વધુ દેશોમાં નિકાસ કરે છે અને 120થી વધુ દેશોમાં નિકાસ નેટવર્કને વિસ્તારવાનું લક્ષ્ય રાખે છે
· કંપની વિવિધ સાઈઝમાં ફ્રેસ્કો ડેક્રેટિવ મોઝેક ટાઇલ્સ પણ લોન્ચ કરી રહી છે
અમદાવાદ, ભારતની અગ્રણી ટાઈલ્સ બ્રાન્ડ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતના ટાઈલ્સ હબ ગણાતા ગુજરાતના મોરબીમાં વિશ્વના સૌથી મોટા ટાઈલ્સ શોરૂમ્સ પૈકીનો એક શોરૂમ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ શોરૂમ 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો હશે
અને તે એજીએલ ગ્રુપની ઉત્પાદન અને ટેક્નોલોજીકલ ક્ષમતાઓને એક જ સ્થળે પ્રદર્શિત કરશે. આ શોરૂમમાં એક જ સ્થળે તમામ સાઈઝ, ડિઝાઈન અને ફિનિશની 5,000થી વધુ ટાઈલ્સ પ્રોડક્ટ્સ સહિત સેનિટરીવેર, બાથવેર અને એન્જિનીયર્ડ માર્બલ તથા ક્વાર્ટ્ઝની અનખી અને નવીનતમ રેન્જ જોવા મળશે. શોરૂમનું ભૂમિપૂજન 15 જાન્યુઆરી, 2022ના રોજ થશે.
આંતરરાષ્ટ્રીય બજારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અને પોતાના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે પરિવાર, આર્કિટેક્ટ અને બિલ્ડિરની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વન-સ્ટોપ-સોલ્યુશન તરીકે આ પાંચ માળનો શોરૂમ ડિઝાઇન કરવામાં આવશે.
શોરૂમમાં 150થી વધુ ક્વાર્ટઝ, 350થી વધુ સેનિટરીવેર, 50થી વધુ સીપી ફિટિંગ્સ સિરીઝ અને 5,000થી વધુ ટાઇલ્સ ડિઝાઇન એક જ જગ્યાએ હશે. આ શોરૂમ આંતરરાષ્ટ્રીય બજારોમાં એશિયન ગ્રેનિટોની સ્થિતિને વધુ મજબૂત કરશે. કંપની હાલમાં 100થી વધુ દેશોમાં નિકાસ કરે છે અને તે ભારતમાંથી ટોચના ટાઇલ્સ નિકાસકારોમાં સ્થાન ધરાવે છે.
આ ભાવિ યોજના વિશે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, “આ એશિયન ગ્રેનિટો ગ્રૂપ તેમજ દેશના સિરામિક ઉદ્યોગ માટે સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સમાંનો એક હશે.
ગુજરાતના મોરબીમાં તેનું અનાવરણ કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. મોરબી એ સિરામિક ટાઇલ્સ અને સેનિટરીવેર માટે ભારતનું હબ છે અને ઝોનમાં 1100થી વધુ ઉત્પાદન એકમો સાથે દેશના કુલ ઉત્પાદનમાં 70%થી વધુ હિસ્સો ધરાવે છે. અમે વિવિધ પેટર્ન અને સાઇઝમાં ડેકોરેટિવ મોઝેક ટાઇલ્સની ફ્રેસ્કો સિરીઝ પણ લોન્ચ કરી રહ્યા છીએ. વિશ્વસનીયતા, અનુકૂલનક્ષમતા અને નવીનતા માટે વિશ્વસનીય એશિયન ગ્રેનિટોએ મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનો માટે મજબૂત બ્રાન્ડ ઓળખ ઊભી કરી છે અને 100થી વધુ દેશોમાં નિકાસ સાથે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે.”
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ એ ભારતનું સૌથી મોટું જૂથ છે જે ટાઈલ્સ, સેનિટરીવેર, એન્જિનીયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ, બાથવેરના ઉત્પાદનમાં રોકાયેલું છે જે વાર્ષિક 98,000 ચોરસ મીટરની સંચિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
ભારત વિશ્વનું બીજું સૌથી મોટું બજાર તેમજ ટાઇલ્સનું ઉત્પાદક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત ટાઇલ્સ અને સેનિટરીવેર ઉત્પાદનોના વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે અને તાજેતરના ભૂતકાળમાં યુએસ, યુરોપ, મધ્ય પૂર્વના બજારો સહિતના ઘણા વિકસિત દેશોએ તેમની જરૂરિયાતો માટે મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોમાં વિશ્વાસ દર્શાવ્યો છે.
“ભારતીય ટાઇલ્સ આજકાલ ચાઇનીઝ ટાઇલ્સની તુલનામાં ગુણવત્તામાં જ શ્રેષ્ઠ નથી, ખૂબ જ સ્પર્ધાત્મક ભાવે પણ ઉપલબ્ધ છે. સમગ્ર વિશ્વમાં ચીન વિરોધી ભાવનાઓ અને અમેરિકા દ્વારા ચાઈનીઝ ટાઈલ્સ પર ભારે ડ્યુટી લદાતી હોવાથી, અમે આગામી વર્ષોમાં ભારતીય કંપનીઓ માટે વિશાળ નિકાસની સંભાવનાની અપેક્ષા રાખીએ છીએ.
અમે એશિયન ગ્રેનિટોમાં પણ નિકાસ વ્યવસાયમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ અને વ્યાપાર નેટવર્કને હાલમાં 100 દેશોમાંથી વધારીને 120થી વધુ દેશો સુધી વિસ્તારવાનું લક્ષ્ય રાખ્યું છે” એમ શ્રી પટેલે જણાવ્યું હતું.
ગુજરાત સિરામિક ઉત્પાદનો માટે વૈશ્વિક સ્તરે એક મુખ્ય હબ તરીકે ઉભરી આવ્યું છે. રૂ. 40,000 રોડના વાર્ષિક ટર્નઓવર અને રૂ. 12,000 કરોડથી વધુની નિકાસો સાથે રાજ્ય દેશના સિરામિક ઉત્પાદનમાં 80%થી વધુનો હિસ્સો ધરાવે છે.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ સિરામિક ફ્લોર, ડિજિટલ વોલ, વિટ્રિફાઈડ, પાર્કિંગ, પોર્સેલેઈન, ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ, આઉટડોર, નેચરલ માર્બલ, એન્જિનિયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ વગેરે સહિત ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ ક્ષમતાનો લાભ લેવા માટે કંપનીએ સેનિટરીવેર ક્ષેત્રે પ્રવેશ કર્યો છે
અને તાજેતરમાં કંપનીએ બ્રાન્ડ એજીએલ હેઠળ ‘કમ્પ્લીટ બાથરૂમ સોલ્યુશન્સ’ પ્રદાન કરવા માટે સીપી ફિટિંગ્સ અને ફૉસેટ્સ ડિવિઝન શરૂ કર્યું હતું. કંપનીએ તેના ટચ પોઈન્ટ્સને હાલમાં 6,500 થી વધારીને 10,000 કરવા અને એક્સક્લુઝિવ શોરૂમનું નેટવર્ક 500થી વધારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દ્વિતીય અને તૃતીય વર્ગના શહેરોમાં તેનું વર્ચસ્વ અને માર્કેટમાં મજબૂત સ્થિતિને કારણે કંપની આગામી ક્વાર્ટરમાં વધુ વેચાણની અપેક્ષા રાખે છે.