એશિયન ગ્રેનિટોનું બીજા ત્રિમાસિક ગાળામાં નેટ વેચાણ રૂ. 401 કરોડ થયું

અમદાવાદ, દેશની અગ્રણી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં ઓપરેશનલ અને નાણાંકીય કામગીરીમાં સુધારો નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનું કોન્સોલિડેટેડ ચોખ્ખું વેચાણ 1% વધીને રૂ. 401 કરોડ નોંધાયું છે, જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 398 કરોડના ચોખ્ખા વેચાણથી વધુ છે.
નાણાંકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી ખોટ નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 7.8 કરોડની ચોખ્ખી ખોટની સરખામણીમાં ઘટીને રૂ. 2.8 કરોડ થઈ છે. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 19.9 કરોડ નોંધાઈ હતી. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે નિકાસો રૂ. 51 કરોડની હતી. કંપનીએ તાજેતરમાં મોરબી ખાતે તેનું મેગા વિસ્તરણ પૂર્ણ કર્યું છે અને ત્યારબાદ ગ્લેઝ્ડ વિટ્રીફાઈડ ટાઈલ્સ પ્લાન્ટ અને સેનિટરીવેર પ્લાન્ટની વ્યાવસાયિક કામગીરી શરૂ કરી છે.
પરિણામો અને કામગીરી અંગે ટિપ્પણી કરતાં, કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “ઊંચા ઈનપુટ ખર્ચ એટલે કે ગેસની કિંમતો, કાચા માલના ભાવ બિઝનેસ અને માર્જિનને અસર કરતી હોવા છતાં, કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે સારા પરિણામોની જાણ કરી છે. કંપની તેના વિકાસના રોડમેપ સાથે સફળતાપૂર્વક આગળ વધી છે અને અમે નાણાંકીય વર્ષ 2024ના બીજા છ મહિનામાં વધુ ઉચ્ચ વૃદ્ધિનો અનુભવ કરવા માટે આશાવાદી છીએ. અમને જણાવતાં આનંદ થાય છે કે કંપનીએ મોરબી ખાતે જીવીટી અને સેનિટરીવેર પ્લાન્ટનું વિસ્તરણ પૂર્ણ કર્યું છે અને પ્લાન્ટ્સે વ્યાપારી કામગીરી શરૂ કરી છે.
સપ્ટેમ્બર 2023 (નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા)ના રોજ પૂરા થયેલા છ મહિના માટે, કંપનીએ વાર્ષિક ધોરણે 4%ની વૃદ્ધિ સાથે રૂ. 735.7 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું હતું, જેની સામે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 707.8 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાયું હતું. સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે એબિટા 558%ની વૃદ્ધિ નોંધાવતા નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 4.5 કરોડની સરખામણીએ રૂ. 29.6 કરોડ નોંધવામાં આવી હતી.
Financial Highlights (Consolidated)
Q2 FY24 | Q2 FY23 | Y-O-Y | H1
FY24 |
H1
FY23 |
Y-O-Y | |
Net Sales (Rs. Cr) | 400.9 | 397.8 | 1% | 735.7 | 707.8 | 4% |
EBITDA (Rs. Cr) | 19.9 | (0.9) | 2311% | 29.6 | 4.5 | 558% |
EBITDA Margin (%) | 5% | (0.2)% | 520 bps | 4% | 0.6% | 340bps |
Net Profit (Rs. Cr) | (2.8) | (7.8) | 62% | (5.4) | (11.8) | 50% |
Net Profit Margin (%) | (0.7)% | (2.0)% | 126bps | (0.7)% | (1.7)% | 100bps |
Financial Highlights (Standalone)
Q2 FY24 | Q2 FY23 | Y-O-Y | H1
FY24 |
H1
FY23 |
Y-O-Y | |
Net Sales (Rs. Cr) | 341.4 | 351.7 | (3)% | 634.1 | 615.3 | 3% |
EBITDA (Rs. Cr) | 12.4 | 10.7 | 16% | 16.2 | 23.0 | (30)% |
EBITDA Margin (%) | 3.6% | 3.0% | 60 bps | 2.6% | 3.7% | (110) bps |
Net Profit (Rs. Cr) | 8.4 | 8.7 | (3)% | 14.1 | 16.0 | (12)% |
Net Profit Margin (%) | 2.5% | 2.5% | (1) bps | 2.2 | 2.6 | (40) bps |
નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ છ મહિના દરમિયાન, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ફ્યુચર સિરામિક પ્રાઈવેટ લિમિટેડે મોરબી ખાતે ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ ટાઈલ્સ (જીવીટી) પ્લાન્ટની વ્યાવસાયિક કામગીરી શરૂ કરી હતી. કંપનીએ વાર્ષિક 5.94 મિલિયન ચોરસ મીટરની સ્થાપિત ક્ષમતા સાથે નવું ઉત્પાદન એકમ સ્થાપવા માટે રૂ. 173 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. કંપની 1200×1200 એમએમ, 1200×1800 એમએમ, 1200×2400 એમએમ, 800×1600 એમએમ અને 800×2400 એમએમ ફોર્મેટમાં લાર્જ ફોર્મેટ જીવીટી ટાઇલ્સનું ઉત્પાદન કરશે.
પહેલી ઓક્ટોબર 2023ના રોજ, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એજીએલ સેનિટરીવેર પ્રાઈવેટ લિમિટેડ પણ મોરબી ખાતે સેનિટરીવેર પ્લાન્ટની વ્યાપારી કામગીરી શરૂ કરી છે. કંપનીએ વાર્ષિક 0.66 મિલિયન પીસની સ્થાપિત ક્ષમતા સાથે સેનિટરીવેર પ્રોડક્ટ્સનું ઉત્પાદન એકમ સ્થાપ્યું છે. એક છત નીચે સંપૂર્ણ બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે સેનિટરીવેરમાં સાહસ કર્યું છે. કંપની અમદાવાદ ખાતે ડિસ્પ્લે સેન્ટર કમ ઓફિસ પણ સ્થાપી રહી છે અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટિરિયલના ટ્રેડિંગ માટે સ્ટોક પોઈન્ટ પણ સ્થાપી રહી છે.
12 ઓગસ્ટ, 2023ના રોજ, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના બોર્ડે એજીએલ અને તેની પેટાકંપનીઓ/આઉટસોર્સિંગ કંપનીઓ એટલે કે એફિલ વિટ્રિફાઈડ પ્રાઈવેટ લિમિટેડ, ઈવાન્તા સિરામિક્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ, ક્રિસ્ટલ સિરામિક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એડિકોન સિરામિકા ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એમેઝૂન સિરામિક્સ લિમિટેડના ડિમર્જરની સૂચિત યોજનાને મંજૂરી આપી હતી. આ સૂચિત ડિમર્જરમાં પેટાકંપનીઓ/આઉટસોર્સિંગ કંપનીઓના ઉત્પાદન એકમોને કંપનીની અલગ પેટાકંપનીઓમાં સ્થાનાંતરિત કરવામાં આવશે જેથી ઓપરેશનલ સિનર્જી અને તેના પગલે ખર્ચ સિનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આ પહેલ આગામી 9-12 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે, જે સંબંધિત નિયમનકારી સત્તાધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી/સંમતિ પ્રાપ્ત થવાને અને તેમાં અગાઉની કેટલીક શરતો પૂર્ણ થવાને આધીન છે.
વર્ષ 2000માં સ્થપાયેલ, એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ ટાઇલ્સ, એન્જિનીયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ, સેનિટરીવેર અને ફોસેટ્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. કંપનીએ તાજેતરમાં રોબોટેક ટેકનોલોજી દ્વારા સંચાલિત ક્વાર્ટઝ સેગમેન્ટમાં સિગ્નેચર સિરીઝનું અનાવરણ કર્યું છે. તે એજીએલ દ્વારા પ્રીમિયમ સેગમેન્ટમાં હાઇ-ટેક ટેકનોલોજી કલેક્શન છે. 10 ઓક્ટોબર, 2023ના રોજ, કંપનીએ નેપાળમાં વોલ ટાઇલ્સ ઉત્પાદન એકમ સ્થાપવા માટે નેપોવિટ સિરામિક પ્રાઇવેટ લિમિટેડ નામની સંયુક્ત સાહસ કંપનીનો સમાવેશ કર્યો હતો.