એશિયન પેઈન્ટસે બ્યૂટીફૂલ હોમ્સ ડેકોર શોરૂમ લોન્ચ કર્યો
અમદાવાદ, ભારતની સૌથી મોટી પેઇન્ટ અને ડેકોર કંપની એશિયન પેઇન્ટસ દ્વારા ભારતના અમદાવાદ શહેરમાં અત્યંત આગવો ‘બ્યુટીફુલ હોમ્સ’ મલ્ટી કેટેગરી ડેકોર શોરૂમ લોન્ચ કર્યો છે, કેકે નગર, ઘાટલોડીયામાં સ્થિતિ નવો એશિયન પેઇન્ટ્સ બ્યુટીફુલ હોમ્સ સ્ટોર એવા ટેકનોલોજીકલ પ્રવાહો સાથે વિશિષ્ટ અને તરબોળ ખરીદીનો અનુભવ ઓફર કરવા સજ્જ છે જે સ્ટોરમાં ગ્રાહકોની સેવા અને અનુભવમાં વધારો કરશે.
અદ્યતન સ્ટોરનું ઉદઘાટન એશિયન પેઇન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અમિત સિંગલ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ સ્ટોર શહેરમાં બીજાે એશિયન પેઇન્ટ્સ બ્યુટીફુલ હોમ્સ છે.
૭૬૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું લક્ઝુરિયસ નવું હોમ ડેકોર સ્ટોર ભારતના સૌથી મોટા એશિયન પેઇન્ટ સ્ટોર્સમાંનો એક છે.
આ વન-સ્ટોપ-શોપ તમામ હોમ કેટેગરીમાં ગ્રાહકોને વ્યાપક ઉકેલો પ્રદાન કરે છે જેમાં બાથ, ફેબ્રિક, ફર્નિચર, લાઇટ્સ, કિચન અને ઘણું બધું ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણી પ્રદર્શિત થાય છે. તે સ્ટોર મોડ્યુલર કિચન ડિસ્પ્લેની વિશાળ શ્રેણી અને ફર્નિચર ડિસ્પ્લેની વિશાળ શ્રેણી પણ પ્રદાન કરે છે.
આ બે માળના શોરૂમ સ્ટોરમાં ૮૦થી વધુ નવા શરૂ કરાયેલા ફર્નિચર એસકેયુ દર્શાવે છે, જે ગ્રાહકોને શોધ, અનુભવ અને પસંદગી માટે વિકલ્પોની વિશાળ શ્રેણી આપે છે.
આ સ્ટોક એશિયન પેઇન્ટસ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે પણ સજ્જ છે જેથી ગ્રાહકોને ખરીદી પહેલા ફર્નીચર અને એસેસરીઝનું તેમના સ્વપ્નના ઘરમા વિઝ્યૂલાઇઝ કરી શકે છે.
આ બ્રાન્ડ અતુલનીય અને ખરીદીનો અનુભવ પૂરો પાડવાની ખાતરી આપે છે તેમજ ગ્રાહકોને સ્ટોર ખાતે કુશળ નિષ્ણાતો પૂરા પાડે છે જેથી તેમને તેમના ખરીદીના ર્નિણયમાં સહાય કરી શકાય. વિશિષ્ટ પ્રકારનો સ્ટોર હોવાથી તેના વિશિષ્ટ અને મોટે ભાગે સર્જનાત્મક ફેકેડ ડિઝાઇનમાં પણ આનંદ રહેલો છે.SSS