Western Times News

Gujarati News

એશિયન CSR લીડરશિપ એવોર્ડ્ઝ 2021માં IIFL ફાઉન્ડેશનને ત્રણ એવોર્ડ મળ્યાં

આઇઆઇએફએલ ગ્રૂપ ઓફ કંપનીઝ માટે સીએસઆર કામગીરી કરતા આઇઆઇએફએલ ફાઉન્ડેશનને એશિયન સીએસઆર લીડરશિપ એવોર્ડ્ઝ 2021માં ત્રણ એવોર્ડ મળ્યાં છે. ઇવેન્ટમાં ફાઉન્ડેશનના ફ્લેગશિપ પ્રોગ્રામ – સખિયો કી બાડી (એસકેબી)એ બે એવોર્ડ – સીએસઆર પ્રેક્ટિસમાં બેસ્ટ ઇનોવેશન અને બેસ્ટ કોવિડ-19 ટ્રેનિંગ સોલ્યુશન – મળવ્યાં હતાં.

આઇઆઇએફએલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રીમતી મધુ જૈનને ફોરમમાં ‘સોશિયલ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ કન્યાકેળવણી, મહિલા સશક્તિકરણ, ગરીબી નાબૂદીમાં તેમના અમૂલ્ય પ્રદાન  અને મહામારી સામે લડવા અનેક પગલાં લેવા બદલ એનાયત થયો હતો.

સખિયો કી બાડી (એસકેબી) દેશમાં સૌથી મોટો અને સૌથી સફળ કન્યાકેળવણી કાર્યક્રમો પૈકીનો એક છે, જેમાં ફક્ત ચાર વર્ષના ગાળામાં રાજસ્થાનમાં અભ્યાસ પડતો મૂકનાર 36,000થી વધારે કન્યાઓએ શિક્ષણ ફરી મેળવવાનું શરૂ કર્યું છે.

મહામારીથી પ્રેરિત લોકડાઉન વચ્ચે ફિઝિકલ શિક્ષણમાં વિક્ષેપ ઊભો થવા છતાં છેલ્લાં એક વર્ષમાં એસકેબીની ટીમે આ કન્યાઓ માટે શિક્ષણ જળવાઈ રહે એ સુનિશ્ચિત કર્યું છે. આ ટીમના ઓનલાઇન શિક્ષણની રીતો સાથે દક્ષસ (શિક્ષકો)ને પરિચિત કરાવવાથી શક્ય બન્યું છે.

મોબાઇલ હેન્ડસેટનો અભાવ, નેટવર્કની નબળી કનેક્ટિવિટી અને ઝૂમ, ગૂગલ મીટ વગેરે જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સની દક્ષસની નગણ્ય સમજણ જેવા પડકારો ટીમે સફળતાપૂર્વક ઝીલ્યાં હતાં. ફાઉન્ડેશને શિક્ષકોની કુશળતા વધારવા ડિજિટલ સાક્ષરતા, મૂળભૂત અને એડવાન્સ અંગ્રેજી અને નાણાકીય જાણકારી પર ઓનલાઇન સત્રોનું આયોજન કર્યું હતું. તેમને પીડીએફ ડોક્યુમેન્ટ જેવા ડિજિટલ લર્નિંગ ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ શીખવ્યું હતું. પછી તેમણે આ જાણકારી કન્યાઓ અને સમુદાય સાથે વહેંચી હતી. આ રીતે એસકેબીમાં શિક્ષણનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો હતો.

આઇઆઇએફએલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રીમતી મધુ જૈને કહ્યું હતું કે, “અમારી ટીમ મુશ્કેલ સમયગાળા દરમિયાન પણ અભ્યાસ અધૂરો છોડનાર અને નિરક્ષર કન્યાઓને પાયાનું શિક્ષણ પ્રદાન કરવાના અમારા ઉદ્દેશ પ્રત્યે કટિબદ્ધ છે. ગ્રામીણ વિસ્તારોમાં વંચિત સમુદાયની કન્યાઓ સુધી ડિજિટલ શિક્ષણને લઈ જવું સરળ કામ નહોતું. પણ અમારી ટીમની મહેનત, ખંત, સમાધાનલક્ષી માનસિકતા અને હિતધારકો સાથે ઊંડો સંબંધ જેવા પરિબળોથી આ કામગીરી સરળ થઈ ગઈ હતી.”

તેમણે ઉમેર્યું હતું કે, “કોવિડ-19 મહામારીથી પ્રેરિત માનવીય કટોકટીએ મારી સામાજિક ઉદ્યોગસાહસિકતાની સફરને વેગ આપ્યો છે. હું સમાજ માટે કશું કરી શકું છું એ બદલ મારી જાતને નસીબદાર માનું છું. અમે હવે આરોગ્ય, ગરીબી નાબૂદી અને આજીવિકાના ક્ષેત્રોમાં વધુ હસ્તક્ષેપો કરીને અમારું સામાજિક કાર્યક્ષેત્ર વધાર્યું છે.”

આ પ્રકારના એવોર્ડ ટીમને સારું કામ કરવા પ્રેરિત કરે છે. આગળ જતાં આઇઆઇએફએલ ફાઉન્ડેશન એના વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક અસર કરવાનું ચાલુ રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.