એસઆરપીના જવાનોને અકસ્માત નડતા ૧૩ ઈજાગ્રસ્ત

કોસંબા, હાલ ઉત્તર પ્રદેશની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતનો પણ મોટો રોલ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ફરજ બજાવવા જઈ રહેલા ગુજરાતના જવાનોની ગાડીને સુરત પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ૧૩ જેટલા જવાન ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ચાર જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સુરતના કોસંબા પાસે જીઇઁ જવાનોની ગાડીને અકસ્માત નડ્યો હતો. જવાનોને લઈ જતી બસ રોડ પર ઉભેલા ટેન્કર પાછળ ધડાકાભેર અથડાઈ હતી.
જેને પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસમાં ૨૭ જવાન સવાર હતા, જેમાઁથી ૧૩ જવાનોને નાની મોટી ઈજા પહોંચી છે. તો ૪ જવાનોને ફ્રેક્ચર થયુ છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ એસઆરપી જવાન ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ડ્યૂટી પર હાજર થવા જઈ રહ્યા હતા. નડિયાદથી અમદાવાદ જતી બસને પણ અકસ્માત નડ્યો હતો. નડિયાદથી ખાતરજ ચોકડી જતા સમયે વરસોલા પાસે ગાઢ ધુમ્મસ હોવાને કારણે બસ પલટી ગઈ હતી.
આ બસમાં ડ્રાઈવર કંડકટર સહિત ૩૮ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જાેકે, એક વૃક્ષને કારણે બસ સંપૂર્ણ પલટી મારતા રહી ગઈ હતી અને વૃક્ષના ટેકે અટકી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કોઈ મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો ન હતો. માત્ર સામાન્ય ઈજા પહોચી હતી.
૧૦૮ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સામાન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી હતી. એસ.ટી.બસ મિયાપુરથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી.SSS