એસઓજીએ ૧૯ બાંગ્લાદેશી, ૧૮૦ ફરાર ગુનેગારોને ઝડપ્યા
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ એસઓજીની ટીમે વર્ષ દરમ્યાન ભારતમાં ઘુસણખોરી કરી ગેરકાયદેસર રહેતા ૧૯ બાંગ્લાદેશી નાગરીકોને ઝડપી લીધા છે. ઉપરાંત જુદા જુદા કેસમાં ભાગતા ફરતા ૧૮૦ આરોપીઓનેે પણ ઝડપી લીધા છે. જેલમાંથી પેરોલ, ફર્લો જમ્પ કરીને ભાગતા ફરતા પ૬ આરોપીને ઝડપી લઈને જેલના હવાલે કર્યા છે.
એસઓજી દ્વારા વર્ષ દરમ્યાન બાયો ડીઝલ, બોગસ ડોક્ટર તેમજ ડ્રગ્સના સપ્લાયરને ઝડપીલેતા ગુનેગારો દોડતા થઈ ગયા છેે. અમદાવાદ એસઓજી ખાતેની મળતી માહિતી મુજબ અમદાવાદ એસઓજીની ટીમે વર્ષ દરમ્યાન ડ્રગ્સ અને નશાખોરીનો સામાન વેચતા ૧૦ સપ્લાયરોને ઝડપી લીધા છે.
ગેરકાયદેસર હથિયાર, સાથે ૧૧ લોકોને ઝડપી લીધા છે.બનાવટી નોટો અંગેના પાંચ કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશમાં ગેરકાયદેસ રીતે ઘુસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશી નાગરીકોને ઝડપી લીધા છે.અને તેમને ભારતથી બાંગ્લાદેશ મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. હત્યા, લૂૃટ, ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચેઈન સ્નેચિંગના સંખ્યાબંધ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. નાસતા ફરતા ૧૮૦ આરોપીઓને ઝડપી લેવામા આવ્યા છે.
પેરોલ ફર્લો જંપ કરીને ભાગતા પ૬ આરોપીને ઝડપી લઈ જેલના હવાલે કરવામાં આવ્યા છે. ૩૬ તડીપાર લોકોને પકડીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.