એસટીની મહિલા કંડકટરોના ફોન નંબર જાહેર કરી દેવાતા પરેશાની
અમદાવાદ, એસટી નિગમની બસમાં એડવાન્સ રીઝર્વેશન કરાવનારા પેસેન્જરોને બસ ઉપાડવાના સમય પહેલા બસની માહિતી સાથે કંડકટરનો પર્સનલ મોબાઈલ નંબર પણ મોકલાય છે.
પરંતુ ઘણીવાર પેસેન્જરો આ મોબાઈલ નંબર પર કંડકટરો સાથે દુર્વ્યવહાર કરવાની સાથે સોશીયલ મીડીયા પુરા ગુડ મોનીંગ ગુડ ઈવેનીસ સહિતના મેસેજ પણ મોકલે છે. જેમાં ઘણીવાર પેસેન્જરો રાતે પણ કંડકટરોને ફોન કરી વાત કરવાની કોશીષ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ પરીસ્થિતીમાં સૌથી વધુ હાલાકી મહિલા કંડકટરોને થાય છે.
એસટી નિગમમાં લગભગ ૧૩પ૦૦ કંડકટરો ફરજ બજાવી રહયા છે. જેમાં રપ૦૦ મહિલા કંડકટરો પણ છે. એડવાન્સ બુકિંગ કરવાનારા પેસેન્જરોને કંડકટરોના પર્સનલ મોબાઈલ નંબર પેસેન્જરોને મોકલાય છે. મહીલા કંડકટરોના નંબર મળતા કેટલાક પેસેન્જરો તેમનો નંબર સેવ કરી તેમને મેસેજ મોકલે છે.
જેમાં જાે આ મેસેજ મહિલા કંડકટરના પરિવારના સભ્યો જાેઈ લે તો કયારેક તેમને સમસ્યા થાય તેવી શકયતા છે. કેટલાક પેસેન્જરો તો ગાળો બોલતાં હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ અંગે એસટી નિયમના સચિવ કે.ડી. દેસાઈએ કહયું કે, કંડકટરો સાથે દુર્વ્યવહાર કરનારા પેસેન્જરો સામે પગલાં લેવામાં આવશે.