એસટી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આંદોલન શરૂ કર્યું

પ્રતિકાત્મક
અમદાવાદ, ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોની લાંબા સમયથી નિકાલ ન થતા કર્મચારીઓ દ્વારા ૧૬ સપ્ટેમ્બરથી આંદોલનની ચીમકી આપી હતી.
જાે કે હાલની રાજકીય પરિસ્થિતી તેમજ રાજયમાં આવેલા ભારે વરસાદ અને સૌરાષ્ટ્રની અતિવૃષ્ટિને ધ્યાનમાં રાખી એસટીના ત્રણેય માન્ય સંગઠનો દ્વારા આંદોલનના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે.
તે મુજબ ૧૬થીર૪ સપ્ટેમ્બર સુધી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે. જાે માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ ૮ ઓકટોબરથી અચોકકસ મુદત માટે સીએલ પર ઉતરશે તેવી ચીમકી આપી છે.