એસટી ડેપો માત્ર નામ પૂરતો જ-મહત્વના બસ રૂટ ધીમે ધીમે બંધ કરાતા હાલાકી

પ્રતિકાત્મક
બાંટવા, બાંટવા એસટી ડેપો નામ પુરતો જ રહ્યો હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. ધીમે ધીમે અનેક અગત્યના બસ રૂટ કે જેનાથી તંત્રને આવક અને મુસાફરોને સુવિધા મળતી હતી. એ બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં ૪૪ શેડયુલ્ડમાંથી ૩૭ અને હવે તો શડયુલ્ડ જ બાકી રાખવામાં આવ્યા છે.
તેના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.બસ રૂટ બંધ કરાતા મુસાફરોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. બીજી બાજુ બસ સ્ટેેન્ડમાં આવક ન થતાં ફેરિયાઓ પણ રોજીરોટી વગરના થઈગયા છે.
ક્યારે કયાં રૂટ બંધ કરવામાં આવે તે પણ નક્કી નથી. મુસાફરો બસ સ્ટેન્ડ પર આવીને પુછપરછ કરે તો જ ખ્યાલ આવે કે આ બસ તો બંધ કરવામાં આવી છે. તંત્રની આવી ઘોર બેદરકારીને કારણે અસટીની આવકમાં પણ ધરખમ ઘટાડો થયો છે.
શહેરમાં સિંધી અને કચ્છી સમાજના અનેક પરિવારોનો વસવાટ છે.નારાયણ સરોવર અને અમદાવાદની સીધી બસ વર્ષોથી ચાલતી હતી. આથી કચ્છ તરફજવા અને અમદાવાદ સારવાર માટે જવા આ બસ ઉપયોગી હતી. હવે કારણ વગર જ બસ બંધ કરી દેવામાં આવી છે.
સ્થાનિક નેતાઓ પણ બસ ચાલુક રાવવામાં રસ લેતા ન હોવાથી ભારે નારાજગી પ્રવર્તી રહી છે.શહેરીજનો પરિવહન બાબતેે રામભરોસે હોવાની રાવ ઉઠવા પામી છે. જાે કે સ્થાનિક કક્ષાએ યુવા ગૃપ તૈયાર થઈ રહ્યુ હોવાથી લડત આપવામાં આવશે એવી આશા રાખી રહ્યા છે.