એસટી નિગમની મોબાઈલ એપ્લિકેશનમાં નવું મેનુ અપડેટ કરવામાં આવતા વિવિધ સુવિધાઓ આંગળીના ટેરવે મળશે
ભરૂચ: ગુજરાત એસટી વિભાગ દ્વારા નિગમની રજીસ્ટર એપ્લિકેશનમાં નવું મેનુ અપડેટ કરવામાં આવતા હવે મુસાફરોને આંગળીના ટેરવે એસટીની વિવધ સુવિધાઓની માહિતી મળી રહેશે.નવા મેનુ અપડેટમાં એસટી બસનું લોકેશન, નજીકનો એસટી ડેપો, સમય પત્રક, બસ બુકીંગ,ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓ ઘર બેઠા જાણી શકાશે.
ગુજરાત રાજ્ય વાહન વ્યહવાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સલામત સવારી સાથે મુસાફરોને તમામ માહિતી આંગરીના ટેરવે અને ઘર બેઠા મળી રહે તે માટે એસટી નિગમે પોતાની એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશનમાં સુધારો કર્યો છે. ઝઘડિયા એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું કે ખાસ કરીને એસટીની જીએસઆરટીસી ઓફીસીઅલ એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માં નવું મેનુ ઉમેરવામાં આવ્યું છે.
આ નવી સુવિધામાં બસનું લોકેશન,બસ ક્યાં પહોંચી છે, નજીકનું બસ સ્ટેશન કયું છે તે જાણી શકાશે. આ ઉપરાંત ટિકિટ કેન્સલ, રિફંડ, સ્ટેશન, લોકલ અને એક્સપ્રેસ બસોનુ સમય પત્રક પણ જાણી શકાશે. લગ્ન પ્રસંગ,પર્યટન, ધાર્મિક અને શૈક્ષણિક પ્રવાસ વગેરે બસનું બુકીંગ કરી શકાશે અને નાણાં પણ ઓનલાઈન ભરી શકાશે. આ એપ્લિકેશનથી મુસાફરોને બસ સ્ટેશનનો ધક્કો બચશે અને ઘરબેઠા સુવિધા મળી રહેશે.