એસટી બસ સ્ટેન્ડના બે વેપારીઓના લાયસન્સ રદ ન કરવા આદેશ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અસ.ટી. સ્ટેન્ડ પર કેન્ટીન, ખાણીપીણી, પુસ્તકો વગેરેેની દુકાનો ધરાવનાર વહેપારીઓ પાસેથી એસ.ટી. વિભાગ દ્વારા લાયસન્સ ફીની માંગણી કરાઈ હતી અને લોક ડાઉનના સમયગાળા દરમ્યાનની લાયસન્સ ફી નહીં આપી શકનારા બે વેપારીઓના લાયસન્સ રદ્દ કરવાની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. પરંતુ તેની સામે વેપારીઓએ હાઈકોર્ટમાં પીટીશન દ્વારા રજુઆત કરી છે કે લોકડાઉનના સમયગાળાના સમયમાં કામધંધા બંધ હતા. ઉપરાંત બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નહોતો.
આવી પરિસ્થિતિમાં એસ.ટી. વિભાગ તેમની પાસેથી આ સમયગાળાની લાયસન્સ ફી માંગી રહ્યુ છેે. અને ફી ન આપનારા વેપારીઓના લાયસન્સ રદ્દ કરી રહ્યુ છે. હાઈકોર્ટે હાલ આ વેપારીઓ સામે કોઈ પગલાં ન લવાનો આદેશ આપ્યો છે અને વધુ સુનાવણી ૧૭ મી સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે.