Western Times News

Gujarati News

એસટી, સીટી બસ, બીઆરટીએસ બધું જ બંધ રહેશે: મુખ્યમંત્રી

File

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ ગુરુવારે રાત્રે ૮ વાગ્યે દેશવાસીઓને સંબંધોન કર્યા હતા. તેમણે મહત્વની વાત જણાવી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા માટે સંકલ્પ અને સંયમની વાતને મહત્વ આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે જનતા કર્ફ્યૂ કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાનની આ અપીલના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રવિવારે દેશમાં અને ગુજરાતમાં જનતા કર્ફ્યૂ રહેશે. રવિવારે જનતા કર્ફ્યૂના દિન ગુજરાતમાં જાહેર પરિવહનની તમામ સેવાઓ બંધ રાખવાનો આદેશ મુખ્યમંત્રી આપ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘ રાજ્યમાં આગામી રવિવારે જનતા કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ થશે. જનતા કર્ફ્યૂ અંતર્ગત રાજ્યમાં એસટી. સીટી બસ સુવિધા અને અન્ય તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે. અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસની સુવિધાઓ પણ જનતા કર્ફ્યૂના દિને બંધ રહેશે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસના બે કેસ પોઝીટીવ નોંધાયા છે. આ કેસ વિદેશ યાત્રાના કારણે સંક્રમિત થયેલા છે ત્યારે તેમના પરિવારજનો અને પરિચિતોને પણ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. આ કિસ્સામાં હવે સરકાર તમામ સાવચેતીના અગમચેતીના પગલાં લેતા આજથી અનકે મહ¥વના જાહેર સ્થળોને ૩૧ માર્ચ સુધી બંધ કરી રહી છે. રાજ્યનું આરોગ્યતંત્ર સજ્જ છે. આપમે સાથે મળીને આ મહામારી સામે લડીશું અને તેને હરાવીશું.

મુખ્યમંત્રીએ લોકો સાંજે ૫ વાગ્યે થાળી, ઘંટ ખખડાવી કે પછી તાળીઓ પાડી અને કોરોના વાયરસની લડતમાં દેશ એક છે એ સંદેશો આપવા માટે આગળ આવે વડાપ્રધાને રવિવારે સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી લોકોને જાતે જ કર્ફ્યૂ કરવાની વાત કરી હતી. આ સાથે જે લોકો કોરોના વાયારસ સામે લડવા માટે ખડે પગે ઊભા છે. ડોક્ટરો, પેરા મેડિકલ ફોર્સ સહિતના લોકો માટે સાંજે પાંચ વાગ્યે બાલ્કની ઘરની બહાર ઊભા રહીને તેમનો આભાર માનવાની અપિલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, થાળી વેલણ, ઘંટડી, તાલી, વ્હિસલ જે મળે તે વગાડીને આભાર માનવાની અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.