એસપી સંજય ખરાતે ૧૪૮ પોલીસ કર્મચારીની બદલી કરી

મોડાસા, અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે વધુ એકવાર પોલીસકર્મીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે જીલ્લાના જુદાજુદા ૧૧ પોલીસ સ્ટેશનો અને નેત્રમ અને હેડક્વાર્ટરમાં ફરજ બજાવતાં ૧૪૮ પોલીસકર્મીઓની એકાએક બદલી કરતાં જ પોલીસેબેડામાં સન્નાટો વ્યાપ્યો છે.
જ્યારે આ સાગમટે કરાયેલી બદલીઓ પોલીસની કાર્યદક્ષતા સુધારવા કરાઈ હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે સાગમટે ૧૪૮ પોલીસકર્મીઓની બદલીઓ થતી કહી ખુશી કહી ગમ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે.
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૧૪૮ પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે એક સાથે ૧૪૮ પોલીસકર્મીઓની બદલીના પગલે તરહ તરહની ચર્ચાએ જાેર પકડ્યું છે જીલ્લા પોલીસવડાએ ૧૩૧ પોલીસકર્મીઓની બદલી જાહેરહિતમાં અને ૧૭ પોલીસકર્મીઓની બદલી સદર ખર્ચે કરી છે. અરવલ્લી પોલીસ અને તેમની કામગીરી કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચા સ્થાને રહે છે.