Western Times News

Gujarati News

એસસીઓની બેઠકમાં આતંકવાદની જાહેર રીતે ટીકા કરતું પાકિસ્તાન

ઇસ્લામાબાદ, પાકિસ્તાને ભારતની મેજબાનીમાં આયોજિત શંઘાઇ સહયોગ સંગઠન એસસીઓ વર્ચુઅલ બેઠક દરમિયાન આતંકવાદના તમામ રૂપોની ટીકા કરી આ સાથે જ તેણે નવ નાજીવાદ અને ઇસ્લામોફોબિયાના કારણે હાલમાં ચરમપંથી અને નસ્લવાદી ઘટનાઓમાં વધારાને લઇ ચેતવણી આપી.

વિદેશ કાર્યાલય તરફથી જારી એક નિવેદન અનુસાર એસસીઓ દેશોના શાસના અધ્યક્ષોની પરિષદની ૧૯મી બેઠકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ વિદેશ મામલા માટે સંસદીય સચિવ અંદલીબ અબ્બાસે કર્યું તેમણે વિવાદિત ક્ષેત્રોમાં આતંકવાદની ટીકા કરતા સુરક્ષિત પડોસ બનવાની અનિવાર્યતાને રેખાંકિત કરી. આ પહેલા પોતાના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ કહ્યું કે ક્ષેત્રની સામે સૌથી મોટો પડકાર આતંકવાદ છે. ખાસ કરીને સીમાપારથી આતંકવાદ.

અબ્બાસે પોતાના સંબંધોનમાં ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા હાંસલ કરવા, બહુઆયામી સંપર્કના માધ્યમથી ક્ષેત્રીય સહયોગીઓની સાથે ધનિષ્ઠ સંબંધોના વિકાસ માટે પાકિસ્તાન માટે આઠ સભ્ય સંગઠનના મહત્વને રેખાકિત કર્યું તેમણે કોવિડ ૧૯ મહામારીનો સામનો કરવા માટે સહયોગ માહિતી અને નિષ્ણાંતોના આદાન પ્રદાનની આવશ્યકતા પર પણ ભાર મુકયો . અબ્બાસે કહ્યું કે પાકિસ્તાની એસસીઓ વિસ્તારને ક્ષેત્રીય સંપર્ક અને એકીકરણ માટે એક મહત્વપૂર્ણ કડીના રૂપમાં જાેવે છે અબ્બાસે ગરીબી ઉન્મુલન સંબંધી એક વિશેષ કાર્ય સમૂહ (એસડબ્લ્યુજી)ની રચના માટે પાકિસ્તાનની પહેલનું સમર્થન કરવા માટે સભ્ય દેશોનો આભાર માન્યો તે કાર્ય સમુહથી એસસીઓના સભ્યો વચ્ચે અનુભવો અને વિચારોના આદાન પ્રદાનની તક મળશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.