એસીબી રિયા ચક્રવર્તીના ડ્ગ માફિયાઓ સાથે સંબંધની તપાસ કરશે
મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના શંકાસ્પદ મોતના મામલે એક નવો એંગલ આવ્યો છે આ મામલાની તપાસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ એક એફઆઇઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે. સુશાંત સિંહ રાજપુતના મોતના મામલામિાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોએ રિયા ચક્રવર્તી અને અન્ય સાત લોકો સામે અપરાધિક મામલો નોંધ્યો છે.
ઇડીની ટીમને આ મામલાની તપાસ કરવા દરમિયાન ઘણી મહત્વપૂર્ણ જાણકારી મળી હતી સુશાંતના ઘરે આવનાર ઘણા લોકોનો સંબંધ ડ્ગ માફિયાઓ સાથે પણ રહ્યો છે આ સાથે દુબઇથી લઇને મુંબઇની અંદર ધણા સક્રિય રહેતા માફિયાઓના કનેકશન સામે આવ્યા પછી આ મામલાની તપાસ માટે ઇડીએ એનસીબીને પત્ર પણ લખ્યો છે આ મામલાની ગંભીરતા જાેતા નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોની ટીમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોની ટીમ રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તી શ્રૃતિ મોદી તેની સાથે પુણેમાં રહેતા ગૌરવ આર્યા સહિત ઘણા એવા શંકાસ્પદ અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધ્યો છે ઇડીના સુત્રોના મતે આરોપી ગૌરવ આર્યા પુણેમાં રહે છે પણ ગોવામાં તેનો ઘણા મોટા સ્તરે ડ્ગ માફિયાઓની જાળ છે. આ મામલે વિસ્તારથી એનસીબીની ટીમ તપાસ કરશે નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોની દિલ્હી યુનિટે આ મામલે તપાસ શરૂ કરી છે. એનસીબીના મતે આ મામલામાં એનડીપીએસ એકટમાં કલમ ૨૦, ૨૨, ૨૭, ૨૮,૨૯ અતંર્ગત કેસ કરવામાં આવ્યો છે. અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.HS