એસીવાળી બસમાં યાત્રાથી કોરોનાનો ચેપ વધુ લાગે છે
નવી દિલ્હી, કોરોનાના વાયરસનો સૌથી વધુ ચેપ એસી બસોમાં સૌથી વધુ ફેલાતો હોવાનું નિષ્ણાતોએ કહ્યું છે. સંશોધનોએ ચીનના એક કિસ્સાનો સ્ટડી કરીને આ જાહેર કર્યું છે. એક વ્યક્તિ એસી બસમાં સફર કરી રહ્યો હતો અને આ દરમિયાન તેણે બીજા બે ડઝન લોકોને ચેપ લગાડ્યો હતો.જેમને ચેપ લાગ્યો તે મુસાફરો માંડ દોઢ કલાકની મુસાફરી એસી બસમાં કરી હતી.
નિષ્ણાતોનું માનવું છે કે, બસમાં લાગેલા એસીના કારણે કોરોનાનુ સંક્રમણ વધારે ઝડપથી ફેલાયું હતું. આમ બંધ જગ્યામાં એસીના કારણે સંક્રમણ ઝડપથી ફેલાવાની પૂરી શક્યતા છે તે આ સ્ટડીએ સાબિત કર્યુ છે. મોટાભાગે એસીમાં અંદરની હવા વારંવાર સરક્યુલેટ થતી હોય છે.આ બસમાં પણ એ જ સ્થિતિ હતી અને તેના કારણે કોરોના સંક્રમિત વ્યક્તિના એર ડ્રોપલેટ બસમાં ફેલાયા હશે તેવુ વૈજ્ઞાનિકોનુ માનવુ છે. આ કેસમાં મુસાફરોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કદાચ નહોતું કર્યુ પણ માસ્ક પહેર્યા હતા છતાં બે ડઝન મુસાફરો કોરોનાની લપેટમાં આવી ગયા હતા.SSS