એસેન્ટ કારમાંથી 38,000ના દારૂ સાથે રાજસ્થાનના બુટલેગરને પોલિસે ઝડપ્યો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી રાજ્યમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ રહે છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી વિદેશી દારૂ ઘુસાડવાના બુટેગરોના મનસૂબા પર પાણી ફરી રહ્યું છે.
બુટલેગરો હવે અંતરિયાળ માર્ગે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છી ઇસરી પોલીસે રાજસ્થાન તરફથી આવતી એસેન્ટ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી ૩૮ હજારના વિદેશી દારૂ સાથે એક શખ્શને દબોચી લીધો હતો કારમાં રહેલ એક શખ્શ અંધારાનો લાભ લઈ નાસી છૂટતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ઇસરી પીઆઇ આર.એસ.તાવીયાડ અને તેમની ટીમે સોમવારે રાત્રે રાજસ્થાન સરહદને અડીને આવેલ ઇટવા ગામ નજીક નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા રાજસ્થાન તરફથી આવતી એસેન્ટ કાર (ગાડી.નં-RJ-09-CA-555) ને અટકાવી તલાસી લેતા કારમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ અને દેશી મદિરા ની બોટલ નંગ-૧૧૨ કીં.રૂ.૩૮૦૦૦/- નો જથ્થો જપ્ત કરી સંજય મનજીભાઇ રોત (રહે,પાદરડી,મેવાડા-રાજ)ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ઇસરી પોલીસે કાર,મોબાઈલ અને દારૂ સહીત રૂ.૧૩૯૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ નાકાબંધી જોઈ કારમાં બેઠેલ શખ્શ પ્રકાશ શંકરભાઇ વરસાત (રહે,રામપુર,મેવાડા-રાજ) અંધારાનો લાભ લઈ રફુચક્કર થઈ જતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી