એસોસિયેશન ઓફ એશિયન ઇલેક્શન ઓથોરિટીઝના નવા પ્રમુખ તરીકે ભારતની પસંદગી
નવીદિલ્હી, વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ કરાવતા ભારતના ચૂંટણી પંચને ૨૦૨૨-૨૦૨૪ માટે એસોસિએશન ઓફ એશિયન ઈલેક્શન ઓથોરિટીઝના નવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે બુધવારે આ જાણકારી આપી. હવે ભારતનું ચૂંટણી પંચ આગામી બે વર્ષ માટે એસોસિયેશન ઓફ ઇલેક્શન ઓથોરિટીનું નેતૃત્વ કરશે, જે વૈશ્વિક સ્તરે ચૂંટણી સુધારણા સંબંધિત ઝુંબેશનું નેતૃત્વ કરશે.
માહિતી આપતાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ફિલિપાઇન્સના મનીલામાં તાજેતરમાં યોજાયેલી એસોસિયેશન ઑફ એશિયન ઇલેક્શન ઓથોરિટીની એક્ઝિક્યુટિવ બોર્ડ અને જનરલ એસેમ્બલીની બેઠકમાં ૭ મેના રોજ ભારતની પસંદગી કરવામાં આવી હતી.એએઇએના વર્તમાન અધ્યક્ષ મનીલા ચૂંટણી પંચ છે.
૧૯૯૮માં એસોસિએશન ઓફ એશિયન ચૂંટણી સત્તામંડળની રચના કરવામાં આવી હતી. ભારતીય ચૂંટણી પંચ તેના સ્થાપક સભ્ય છે. હાલમાં લગભગ ૨૦ દેશો તેના સભ્ય છે. તેના એક્ઝિક્યુટિવ બોર્ડના નવા સભ્યોમાં હવે રશિયા, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સ, તાઈવાન અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. આ પહેલા ભારત વર્ષ ૨૦૧૧-૧૩ વચ્ચે એએઇએના પ્રમુખ પણ હતા.HS