એસ્ટ્રલએ સેનિટરીવેરના નવા બિઝનેસમાં ઝંપલાવ્યું
અમદાવાદ, એસ્ટ્રલ લિમિટેડ (એસ્ટ્રલ; અગાઉ એસ્ટ્રલ પોલી ટેકનિક લિમિટેડ)એ આજે એસ્ટ્રલ બ્રાન્ડનો ઉપયોગ કરવા એની વૃદ્ધિલક્ષી વ્યૂહરચનાના ભાગરૂપે ફોસેટ્સ એન્ડ સેનિટરીવેરના નવા બિઝનેસ વર્ટિકલમાં એના પ્રવેશની જાહેરાત કરી હતી. કંપની દેશમાં એના નેટવર્કમાં પાઇપ્સમાં 33,000થી વધારે ડિલર તથા એડહેસિવ્સ એન્ડ સીલિન્ટ વર્ટિકલમાં 130,000થી વધારે ડિલર્સ ધરાવે છે.
કંપનીનો નવા વ્યવસાયમાં પ્રવેશ બિલ્ડિંગ મટિરિયલ સેગમેન્ટમાં તમામ મુખ્ય પ્રોડક્ટ કેટેગરીઓ – પાઇપ્સ, એડહેસિવ્સ, વોટર ટેંક અને હવે ફોસેટ્સ એન્ડ સેનિટરીવેર સાથે એસ્ટ્રલની પ્રાથમિકતા સુનિશ્ચિત કરશે.
ફોસેટ એન્ડ સેનિટરીવેર ડિવિઝનનું નેતૃત્વ શ્રી અતુલ સંઘવી કરશે, જેઓ નવનિયુક્ત પ્રેસિડન્ટ (ફોસેટ્સ એન્ડ સેનિટરીવેર) છે તથા ઉદ્યોગમાં 37 વર્ષથી વધારે ગાળાનો બહોળો અનુભવ ધરાવે છે.
આ સીમાચિહ્નરૂપ સફળતા પર કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંદીપ એન્જિનીયરે કહ્યું હતું કે,“આજે મને એસ્ટ્રલની સીનિયર મેનેજમેન્ટ ટીમમાં શ્રી અતુલ સંઘવીને સામેલ કરવાની ખુશી છે તથા મને ખાતરી છે કે, 37 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા શ્રી અતુલ સંઘવીએસ્ટ્રલ બ્રાન્ડને નવી ઊંચાઈએ લઈ જશે
તેમજ આ નવા વર્ટિકલના ઉમેરા સાથે બ્રાન્ડ એસ્ટ્રલ બિલ્ડિંગ મટિરિયલ સ્પેસમાં વધારે વિઝિબલ બ્રાન્ડ બનશે, જે અત્યાર સુધી ઓછી જાણીતી હતી. આ બ્રાન્ડ એસ્ટ્રલને બિલ્ડિંગ મટિરિયલ કેટેગરીમાં વધારે મજબૂત બ્રાન્ડ બનાવશે.”