એસ્ટ્રલે એન્ટિ-વાયરલ કોપર શીલ્ડ ધરાવતી પાણીની ટાંકી લોન્ચ કરી
છેલ્લાં 2 વર્ષમાં મહામારીએ આપણી જીવનની અને કામ કરવાની તેમજ આપણી ચીજવસ્તુઓ અનુભવવાની રીત બદલી નાંખી છે. અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં ઉપભોક્તાઓની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ છે –
સ્વાસ્થ્ય અને સ્વચ્છતા. ઉપભોક્તાઓની મુશ્કેલીઓ અને માગને ધ્યાનમાં રાખીને એસ્ટ્રલ લિમિટેડએ ભારતની સૌપ્રથમ એન્ટિ-વાયરલ કોપર શીલ્ડ ધરાવતી પાણીની ટાંકી (વોટર ટેંક) પ્રસ્તુત કરી છે. આ અદ્યતન ટેકનોલોજી બેક્ટેરિયા, લીલ, ફૂગ અને વિવિધ પાણીજન્ય વાયરસ સામે 99.9 ટકા સુરક્ષા આપે છે. પાણીની ટાંકી કોપરના સક્રિય અણુઓ સાથે સંલગ્ન આંતરિક સ્તર સાથે પણ સજ્જ છે.
સક્રિય કોપર ફોર્ટિફિકેશન સાથે અદ્યતન ટેકનોલોજી પાણીને સ્વચ્છ અને નુકસાનકાર જીવાણુઓથી મુક્ત રાખે છે, જેથી ઉપભોક્તાને ગંદા કે નુકસાનકારક પાણીની ચિંતા કરવાની ફરી ક્યારેય જરૂર પડતી નથી. કોપરના સક્રિય અણુઓ પોલીમર સિસ્ટમની અંદર જડેલા છે,
જેથી માનવીય શરીર સાથે કોપરનો સંસર્ગ અટકાવી શકાય અને સાથે સાથે એક્ટિવ-વાયરલ શીલ્ડ એના કાર્યકાળા દરમિયાન સક્રિય પણ રહે. આ નવીનતા વાયરસ અને ફુગને નિયમિતપણે દૂર કરે છે, જેના પરિણામે ઉપભોક્તાને સમયેસમયે ટાંકીમાં સ્વચ્છ પાણી મળે છે.
પાણીની ટાંકી અન્ય ઘણી ખાસિયતો ધરાવે છે, જે પાણીની સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે, જેમ કે એર વેન્ટ, જે પાણીમાં ઓક્સિજનનું કુદરતી સ્તર જાળવવાની સુવિધા આપે છે, થ્રેડેડ લિડ, જે સુનિશ્ચિત કરે છે કે, પાણી હંમેશા ડસ્ટ-ફ્રી અને સ્વચ્છ રહે તથા યુવી સ્ટેબિલાઇઝ સ્તર, જે ડિગ્રેડેશનથી ટાંકીને રક્ષણ આપે છે તેમજ તિરાડ, ધસારો, પર્યાવરણીય ખેંચાણ અને ટાંકીનાં ભૌતિક ગુણધર્મોમાં કોઈ પણ પ્રકારના નુકસાનને નિવારવામાં મદદરૂપ થાય છે.
જ્યારે આપણે મહામારીના આંચકામાંથી ધીમે ધીમે સ્થિતિમાં સુધારો જોઈ રહ્યાં છીએ, ત્યારે આપણે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ, ઉજ્જવળ આવતીકાલ તરફ પગલું લેવું જોઈએ. એસ્ટ્રેલ લિમિટેડ પોતાને ટેકનોલોજીમાં અગ્રેસર જાળવીને તથા પાઇપિંગ અને વોટર ટેંક ઉદ્યોગમાં નવીનતામાં મોખરે રહીને એ લક્ષ્યાંકને પાર પાડવા આતુર છે.