એસ્ટ્રેલ લિમિટેડ વિવો પ્રો કબડ્ડી લીગ સિઝનમાં ગુજરાત જાયન્ટ્સના એસોસિએટ સ્પોન્સર બની
મુંબઈ, એસ્ટ્રલ લિમિટેડએ આજે વિવો પ્રો કબડ્ડી લીગ સિઝન 8માં ગુજરાત જાયન્ટ્સ સાથે એની જોડાણની જાહેરાત કરી હતી. એસ્ટ્રલ ગુજરાત જાયન્ટ્સ માટે અધિકૃત ‘પાવર્ડ બાય’ પાર્ટનર બનશે તથા રમતગમત ઉદ્યોગમાં યુવા પ્રતિભાને પોષણ અને પ્રોત્સાહન માટે ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ જોડાણ પર બિઝનેસ ડેવલપમેન્ટના વીપી શ્રી કૈરવ એન્જિનીયરે કહ્યું હતું કે, “ગુજરાત જાયન્ટ્સ સાથે જોડાણ કરવાની અમને ખુશી છે. કબટ્ટી એક રમત છે, જે વિશ્વાસ અને ક્ષમતાનો પર્યાય છે તથા ટીમ ગુજરાત જાયન્ટ્સ પણ વિશ્વાસ અને ટીમવર્કના મૂલ્યો ધરાવે છે. આ એસ્ટ્રલ જેવા ગુણો ધરાવે છે, જેમાં અમે અમારા પાર્ટનર્સ અને ગ્રાહકો માટે ‘ભરોસેમંદ’ તરીકે મહત્વપૂર્ણનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.”
તેમણે ઉમેર્યું હતું કે, “એટલું જ નહીં પણ અમે એક કંપની તરીકે દેશમાં વિશ્વસનિય અને સાતત્યપૂર્ણ પહેલોને હંમેશા ટેકો આપીએ છીએ. અમે રમત સમુદાય સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહન આપીએ છીએ તથા યુવાન, આકાંક્ષી રમતવીરોને તેમની કુશળતા વિકસાવવા અને એને પોષવાની સંસ્કૃતિ ઊભી કરવા ઇચ્છીએ છીએ. કબડ્ડીએ આંતરરાષ્ટ્રીય રમત સમુદાયમાં એની કેડી કંડારી છે અને અનેક દેશોમાં એની સ્વીકાર્યતા વધી છે. ખેલાડીઓ, આયોજકો અને આપણા દેશ માટે આંતરરાષ્ટ્રીય રમતના મંચ પર આ ઉપયોગી બનશે.”
એસ્ટ્રલ ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતી અને વિશ્વસનિય પાઇપ બ્રાન્ડ પૈકીની એક છે. આ જોડાણ વિવો પ્રો કબડ્ડી લીગ સિઝન 8માં સૌથી વિશ્વસનિય અને સાતત્યપૂર્ણ બ્રાન્ડ – – ગુજરાત જાયન્ટ્સ સાથે એસ્ટ્રલનાં જોડાણમાં પ્રતિબિંબિત થાય છે.
વિવો પ્રો કબડ્ડી લીગની 8મી સિઝન શરૂ થઈ છે, જે આઇપીએલ પછી સૌથી વધુ ફોલોઅર અને દર્શકો ધરાવતી સ્પોર્ટિંગ ઇવેન્ટ બની ગઈ છે.