એસ્સાર અને પ્રોગ્રેસિવ એનર્જી યુકેના પ્રથમ લો કાર્બન હાઇડ્રોજનના ઉત્પાદન માટે સંયુક્ત સાહસ સ્થાપશે
ચુકેમાં અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી બિઝનેસ કરતી એસ્સાર અને યુકેના અગ્રણી ઇન્ડસ્ટ્રીયલ ડીકાર્બોનાઇઝેશન ક્લસ્ટર હાઇનેટ નોર્થ વેસ્ટના ડેવલપર પ્રોગ્રેસિવ એનર્જીએ એલેસમેર પોર્ટ, ચેશાયરમાં એસ્સારની સ્ટેન્લો રિફાઇનરી ખાતે લો કાર્બન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા સાહસ સ્થાપવા જોડાણ કર્યું છે.
આ સંયુક્ત સાહસ હાઇનેટ રિજનમાં ઉપયોગમાં લેવા માટે રિફાઇનરી ખાતે હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. તે નોર્થ વેસ્ટ ઇંગલેન્ડ અને નોર્થ ઇસ્ટ વેલ્સમાં હાઇડ્રોજન ઇકોનોમી રચવાની સાથે સાથે તેની પોતાની માગને ડિકાર્બોનાઇઝ કરવા એસ્સાર ઓઇલ યુકેને લો કાર્બન હાઇડ્રોજન પૂરું પાડશે.
રિફાઇનરીમાંથી નેચરલ ગેસ અને ફ્યુઅલ ગેસને લો કાર્બન હાઇડ્રોજનમાં પરિવર્તિત કરવામાં આવશે, જેમાં કાર્બન ડાયોક્સાઇડને સલામત રીતે કાઢીને લિવરપુલ બેમાં સબ-સરફેસ રિઝર્વોયર્સ (પ્રવાહી ભરવાનું કુંડ)માં પરિવર્તિત કરવામાં આવશે. હાઇડ્રોજન પ્રોડક્શન હબ હાઇનેટ ‘લો કાર્બન ક્લસ્ટર’માં ઉદ્યોગો ઉપરાંત ઇંધણ બસ, ટ્રેન અને ભારે માલવાહક વાહનોમાં ક્લિન એનર્જી (સ્વચ્છ ઈંધણ) પૂરી પાડશે, જે આપણા ઘરોને ગરમ રાખશે અને જ્યારે સૂર્ય ચમકતો ન હોય કે પવન ન ચાલતો હોય ત્યારે વીજળીનું ઉત્પાદન કરશે.
યુકેનું પ્રથમ લો કાર્બન હાઇડ્રોજન હબ વર્ષ 2025થી પ્રારંભમાં દર વર્ષે ત્રણ ટ્રીટવોટ-અવર્સ (TWh) લો કાર્બન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. એ પછીના તબક્કામાં તેનાથી બમણી સુવિધા સ્થાપવામાં આવશે, જેની કુલ ક્ષમતા પ્રતિ વર્ષ 9TWh હશે, જે સમગ્ર લિવરપુલમાં હિટીંગ માટે ઉપયોગમાં લેવાતી ઊર્જાની સમકક્ષ હશે. બે હાઇડ્રોજન પ્રોડક્શન હબ બનાવવા માટે આશરે 750 મિલિયન પાઉન્ડનું રોકાણ કરવામાં આવશે. 2030 સુધીમાં વીજળી, પરિવહન, ઉદ્યોગ અને રહેણાંક વિસ્તારોમાં 5GW લો કાર્બન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાના સરકારના નવા લક્ષ્યનાં 80 ટકાએ પહોંચવા માટે પછીના તબક્કામાં ક્ષમતા વૃદ્ધિનું આયોજન છે.
આ પ્રોજેક્ટ જ્હોન્સ મેથેની સર્વશ્રેષ્ઠ લો કાર્બન હાઇડ્રોજન (LCH™) ટેકનોલોજીનો ઉપયોગ કરશે. SNC-લવલિન સાથેની ભાગીદારીમાં એન્જિનિયરીંગ અતિ આધુનિક છે અને તે માટે યુકે સરકારનાં હાઇડ્રોજન સપ્લાય કોમ્પિટિશન દ્વારા ભંડોળ પુરું પાડવામાં આવ્યું છે.
એસ્સાર અને પ્રોગ્રેસિવ એનર્જી વચ્ચેની આજની સમજૂતિ આ પ્રોજેક્ટને અંતિમ ચરણ અને બાંધકામ તથા કામગીરીના સ્તરે લઇ જવા માટેનો આધાર પૂરો પાડે છે. આ પ્રોજેક્ટને બે કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવશે. પ્રોગ્રેસિવ એનર્જીએ હાઇનેટ નોર્થ વેસ્ટ ડિકાર્બોનાઇઝેશન ક્લસ્ટરનું નિર્માણ કર્યું હતું અને આ વિસ્તારમાં એસ્સારની ડાઉનસ્ટ્રીમ એનર્જી પ્રવૃત્તિઓ ડિલિવરી માટે કુદરતી માળખું પુરું પાડે છે.
પ્રોગ્રેસિવ એનર્જીના ડિરેક્ટર ક્રિસ મેન્સન-વ્હિટોને જણાવ્યું હતું કે, “અમે ડિકાર્બોનાઇઝિંગ ઉદ્યોગ વગર નેટ ઝીરોએ પહોંચી શકતા નથી. સ્ટેન્લો રિફાઇનરી ખાતે આ રોમાંચક પ્રોજેક્ટ હાથ ધરવા સાથે મળીને કામ કરી શકીએ તેનો પાયો રચવા પ્રોગ્રેસિવ એનર્જી અને એસ્સાર ઓઇલ યુકેએ આજે સમજૂતિપત્ર પર કરેલા હસ્તાક્ષર આ પ્રવાસની દિશામાં મહત્વનું સીમાચિહ્ન છે.
“નેટ ઝીરો ડિલિવર કરવા માટે અમારી એનર્જી સિસ્ટમનાં પરિવર્તનની જરૂર છે. હાઇનેટ ઊર્જા ઉત્પાદન અને વપરાશમાં વાસ્તવિક પરિવર્તન લાવી શકે તેવી એક પેઢીમાં એક વાર મળતી તક પૂરી પાડે છે, જે ભાવિ પેઢીઓ માટે સ્વચ્છ વિશ્વનું નિર્માણ કરશે. તે ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં લો કાર્બન હાઇડ્રોજન અર્થતંત્રને ખુલ્લું મૂકશે, જેનાખી પ્રદૂષણ ઘટશે અને રોજગારનું સર્જન અને રક્ષણ થશે.”
એસ્સાર ઓઇલ, યુકેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્ટીન ઇવાર બાયે ટિપ્પણી કરી હતી કે, “અર્થતંત્ર અને પર્યાવરણ બંને પર સકારાત્મક અસર સર્જવાના માધ્યમ તરીકે એસ્સાર નવીન વૃધ્ધિ માટે પ્રતિબધ્ધ છે.
હાઇનેટ અને હાઇડ્રોજન ઉત્પાદન સ્ટેન્લોનાં વ્યૂહ માટે અભિન્ન અંગ છે અને તેઓ બંને યુકેની પ્રથમ નેટ ઝીરો એમિશન રિફાઇનરી બનવાની દિશામાં પ્રયાણ કરશે. આ રિફાઇનરીનો હેતુ પ્રતિ વર્ષ વાતાવરણમાં 2 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષણ દૂર કરવાનો છે, જે આશરે 10 લાખ કાર દ્રારા થતાં પ્રદૂષણ સમાન છે.”
“બિઝનેસ માટે યોગ્ય પ્રોત્સાહન પુરું પાડવા સરકારની મદદ અને પ્રોગ્રેસિવ એનર્જીના સહયોગથી બાંધકામના વિકાસ અને ધિરાણ માટે અમે પ્રતિબધ્ધ છીએ.
“અમારા લો કાર્બન એનર્જી સોલ્યુશનમાં હાઇડ્રોજને મુખ્ય ભૂમિકા ભજવવાની રહેશે. અમે એ પ્રદર્શિત કરી રહ્યા છીએ કે યુકેની પરિવર્તનીય હાઇડ્રોજન સ્ટ્રેટેજીમાં ઉદ્યોગ તેની ભૂમિકા ભજવવા પ્રતિબધ્ધ છે. ”
એલેસમેર પોર્ટ એન્ડ નેસ્ટનના સાંસદ જસ્ટીન મેડર્સે જણાવ્યું કે, “આપણા અર્થતંત્રમાં હાઇડ્રોજન અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે અને મને આશા છે કે ગ્રીન જોબ રિવોલ્યુશન (સ્વચ્છ ઇંધણ પૂરી પાડતી કંપનીમાં મોટા પાયે રોજગાર સર્જન)માં એલેસમેર પોર્ટ કેન્દ્રીય ભૂમિકા ભજવશે. આપણે જળવાયુ પરિવર્તનના પડકારનો સામનો કરવાની જરૂર છે. એસ્સાર છેલ્લાં એક દાયકાથી આ વિસ્તારમાં હાજરી ધરાવે છે અને પ્રોગ્રેસિવ એનર્જી સાથે આ સમજૂતિ કરવાનો અર્થ એ થયો કે તે આગામી અનેક દાયકાઓ સુધી અહીં રહેશે.”
ચેશાયર એન્ડ વોરિંગ્ટન એલઇપીના એક્ઝિક્યુટિવ ફિલિપ કોક્સે ટિપ્પણી કરી હતી કે, “સમજૂતિ પર હસ્તાક્ષર એ એસ્સાર અને પ્રોગ્રેસિવ એનર્જી માટે સારા સમાચાર છે. આ સમજૂતિ એલઇપીની એ માન્યતાને મજબૂત કરે છે કે ચેશાયર અને વોરિંગ્ટન ન્યૂ હાઇડ્રોજન ઇકોનોમી વિક્સાવવાના મોરચે છે અને આ પ્રકારની ઔદ્યોગિક ભાગીદારી દ્વારા અમે મહત્વનાં ઊર્જા-કેન્દ્રી ઉદ્યોગોનાં ડિકાર્બોનાઇઝેશનમાં મદદરૂપ નીવડશે. આનાથી સરકાર હરિત ઔદ્યોગિક ક્રાંતિની મહત્વાકાંક્ષા પૂરી કરવામાં સરકારને મદદ મળશે. ”
ચેશાયર વેસ્ટ એન્ડ ચેશાયર કાઉન્સિલના લીડર Cllr લુઇઝે જણાવ્યું હતું કે, “આ સમજૂતિ ચેશાયર વેસ્ટ અને ચેસ્ટરમાં કાર્બન-ન્યુટ્રલ બરો માટેની અમારી મહત્વાકાંક્ષાઓ હાંસલ કરવાની દિશામાં મહત્વનું પગલું છે. આ સમજૂતિથી નવીન અને વિશ્વની અગ્રણી ટેકનોલોજી સામે આવશે, લો કાર્બન ઉત્પાદનમાં રોકાણ પર ધ્યાન કેન્દ્રીત કરાશે અને એલેસમેર પોર્ટ તથા તેની આગળના નિવાસીઓ માટે લાંબા ગાળાની હરિત રોજગારીનું સર્જન થશે.”