એસ્સાર એક્સપ્લોરેશને વિયેતનામમાં ઉત્ખનનમાં ગેસ અને કન્ડેન્સેટ શોધ્યા
પોર્ટ લૂઇસ, મોરેશિયસઃ એસ્સાર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડ (ઇઇપીએલ) અને ઇએનઆઈએ સંયુક્તપણે જાહેરાત કરી હતી કે, તેમનું ઉત્ખનન બ્લોક 114, સોંગ હોંગ બેસિન, ઓફશોર વિયેતનામમાં સ્થિત છે, જ્યાં કેન બાઉ સંભવિતતામાં ગેસ અને કેન્ડેન્સેટ્સની હાજરી હોવાનું સ્થાપિત થયું છે. ઇએનઆઈ બ્લોકમાં 50 ટકા હિસ્સા સાથે ઓપરેટર છે. આ અંગે ઇએનઆઈએ જણાવ્યું હતું કેઃ
- તેમનું ઉત્ખનન બ્લોક 114, સોંગ હોંગ બેસિન, ઓફશોર વિયેતનામમાં સ્થિત છે, જ્યાં કેન બાઉ સંભવિતતામાં ગેસ અને કેન્ડેન્સેટ્સની હાજરી હોવાનું સ્થાપિત થયું છે. આ પરિણામ હાઇડ્રોકાર્બનનાં સંચયની નોંધપાત્ર સંભવિતતાનો સંકેત આપે છે. ઇએનઆઈ વિયેતનામ બ્લોક 114ની ઓપરેટર છે, જેમાં એનો હિસ્સો 50 ટકા છે, ત્યારે ઇઇપીએલ બાકી 50 ટકા હિસ્સો ધરાવે છે.
- કેન બાઉ 1Xમાં ઉત્ખનન પાણીનાં સ્તરથી 95 મીટર નીચે ઊંડાણ પર શારકામ થઈ રહ્યું છે અને કુલ ઊંડાઈ 3,606 મીટર થઈ છે, જેમાં ગેસ અને માયોસિન યુગની શેવાળ સાથે કેન્ડેન્સેટ સેન્ડસ્ટોનનાં અંતરાલોનો સામનો થયો છે. જળાશયની અંદાજિત ચોખ્ખી જાડાઈ 100 મીટરથી વધારે છે.
- આટલાં ઊંડા સ્તરે પહોંચ્યા અગાઉ ચોક્કસ ટેકનિકલ સમસ્યાઓને કારણે ઓરિજિલન પ્લાન અગાઉ કેન બાઉ 1Xમાં શારકામ બંધ કરવામાં આવ્યું હતું અને એને છોડવામાં આવ્યું હતું, જેમાં વધારાનો સ્ત્રોત હોઈ શકે છે. ઇએનઆઈએ ડિસ્કવરીની નોંધપાત્ર અપસાઇડની સંપૂર્ણ સુલભતા આગામી વર્ષની શરૂઆત સુધીમાં ડ્રિલિંગ અભિયાનનું આયોજન કર્યું છે.
- પરિણામે કેન બાઉ 1X સોંગ હોંગ બેઝિનની ઉત્ખનનની સંભવિતતાનું મૂલ્યાંકન કરવા માટે નોંધપાત્ર સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે.