Western Times News

Gujarati News

એસ્સાર પાવરે સલ્ફર ઉત્સર્જનમાં 25 ટકા સુધીનો ઘટાડો કરવા ફ્લુ ગેસ સ્ક્રબર કાર્યરત કર્યું

મુંબઈ, ઊર્જા પોર્ટફોલિયોમાં એસ્સાર ગ્લોબલ ફંડનું મુખ્ય રોકાણો પૈકીનું એક એસ્સાર પાવરે એસ્સાર પાવર હઝિરા (ઇપીએચએલ) સુવિધામાં એનું સૌપ્રથમ ફ્લુ ગેસ સ્ક્રબર કાર્યરત કર્યું છે. આ સ્ક્રબર ફ્લુ ગેસમાં સલ્ફર ડાયોકસાઇડનું પ્રમાણ 25 ટકા ઓછું કરવા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે લાંબા ગાળે ઉત્સર્જનને ઘટાડશે અને પર્યાવરણને મદદરૂપ થશે.

એસ્સારે એ સુનિશ્ચિત કરવા વધારે કાળજી રાખી છે કે, વ્યવસાયિક કામગીરીઓ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે. પોતાના પર્યાવરણ, સામાજિક અને વહીવટી (ઇએસજી) લક્ષ્યાંકો પ્રત્યે કટિબદ્ધતા વધારવાના ઉદ્દેશ સાથે એસ્સાર એના વ્યવસાયોને પર્યાવરણને અનુકૂળ કામગીરીઓ અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડતી ટેકનોલોજીઓમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપે છે.

આ સીમાચિહ્ન પર એસ્સાર પાવરના સીઇઓ શ્રી કુશે કહ્યું હતું કે, “એસ્સાર પાવર પર્યાવરણ પર લઘુતમ અસર સાથે એની કામગીરીઓ હાથ ધરવામાં માને છે. મહામારીને કારણે અમે પડકારોનો સામનો કર્યો હોવા છતાં સ્ક્રબરને સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યું છે.

આ પ્રથમ સ્ક્રબર કાર્યરત થવાની સાથે ભવિષ્યમાં અમે અમારી અન્ય સુવિધાઓમાં આ પ્રકારના સ્ક્રબરને કાર્યરત કરીશું. આ પ્રકારની પર્યાવરણલક્ષી પહેલો એસ્સાર પાવરની પર્યાવરણને અનુકૂળ કામગીરી તરફ અગ્રેસર થવાની વ્યૂહાત્મક યોજનાનો ભાગ છે.”

પ્રોજેક્ટમાં સંકળાયેલી ટીમે નવીન અભિગમ અપનાવ્યો હતો, જેમાં કોલસાની ગુણવત્તા અને ઉત્સર્જનના લક્ષિત લક્ષ્યાંકો મુજબ સ્ક્રબરને કાર્યદક્ષ કરવામાં આવ્યું હતું. હકીકતમાં જ્યારે પ્રોજેક્ટને ઝડપથી હાથ ધરવામાં આવ્યો હતો, ત્યારે સાથ સાથે સલામતીની તમામ કાળજી જાળવવામાં આવી હતી અને એક પણ અકસ્માત વિના એનો અમલ થયો હતો.

કોવિડ સ્થિતિ અને સંબંધિત નિયંત્રણોએ સામગ્રી અને મેનપાવર એમ બંને દ્રષ્ટિએ પ્રોજેક્ટ માટે પડકારો ઊભા કર્યા હતા. જોકે કંપનીએ સાઇટ પર હાથ ધરવામાં આવેલી તમામ કામગીરી અને સ્થિતિસંજોગોમાં સલામતીની કડક આચારસંહિતાનું પાલન કર્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્ક ધારણ કરવો, નાઇટ કરફ્યૂને કારણે ડે ટાઇમ વર્કિંગ વગેરે જેવી કાળજીઓ રાખવામાં આવી હતી. બહારના તમામ મેનપાવરનું આરટીપીસીઆર ટેસ્ટિંગનો ઉપયોગ કરીને પરીક્ષણ થતું હતું અને સુવિધાની અંદર હર્ટ ઇમ્યુનિટી મજબૂત કરવા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાઇટ પર જ મોટા ભાગનું ફેબ્રિકેશન વર્ક હાથ ધરવામાં આવ્યું હોવાથી ઇપીએચએલએ ગુણવત્તાની સાથે કામની સાતત્યતા પણ જાળવી રાખી હતી.

ઇપીએચએલ એ ભારતની ખાનગી ક્ષેત્રની સૌપ્રથમ સ્વતંત્ર વીજ ઉત્પાદક કંપની એસ્સાર પાવરનો ભાગ છે, જે ભારત અને કેનડામાં કુલ 2,070 મેગાવોટ વીજઉત્પાદન ક્ષમતા ધરાવે છે. કંપની 465-કિલોમીટરની આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ ધરાવે છે, જે ત્રણ ભારતીય રાજ્યોમાં પથરાયેલી છે.

એસ્સાર પાવર એ એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડ (ઇજીએફએલ)ના એનર્જી પોર્ટફોલિયોનો ભાગ છે, જેના રોકાણનું મેનેજમેન્ટ એસ્સાર કેપિટલ દ્વારા થાય છે. એના તમામ રોકાણ માટે ઇએસજી (પર્યાવરણ, સામાજિક અને વહીવટી) સિદ્ધાંતોથી માર્ગદર્શિત એસ્સાર એના વ્યવસાયને પર્યાવરણને અનુકૂળ બનાવી રહ્યો છે,

અથવા ગ્રીન બિઝનેસમાં પરિવર્તન થતા સેક્ટરમાં રોકાણ કરે છે. તાજેતરમાં કંપનીએ મધ્યપ્રદેશમાં 90 મેગાવોટ (એમડબલ્યુ)માં રૂ. 300 કરોડના રોકાણ સાથે રિન્યૂએબલ એનર્જીમાં પ્રવેશ કરવાની યોજના જાહેર કરી હતી.

કંપનીનું ગ્રીન હાઇડ્રોજન, રિન્યૂએબલ્સ અને બેટરી સ્ટોરેજમાં રોકાણ એના પોર્ટફોલિયોના પર્યાવરણલક્ષી પાસાંઓ મજબૂત કરવા માટે સ્પષ્ટ ધ્યાન સૂચવે છે અને વર્ષ 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન સંપૂર્ણપણે બંધ કરવાની બિનશરતી પ્રતિબદ્ધતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.