એસ્સાર ફાઉન્ડેશને માસિક ચક્ર સાથે સંબંધિત સ્વચ્છતા જાળવવા માટે માર્ગદર્શન આપતી સહેજ એપ લોંચ કરી
બીએમસી અને બેસ્ટ સાથે જોડાણમાં મુંબઈની ઝૂંપડપટ્ટીઓ અને પોલીસ ફોર્સમાં મહિલાઓ વચ્ચે 400,000થી વધારે સેનિટરી નેપ્કિનનું વિતરણ કર્યું
મુંબઈ, એસ્સારની સીએસઆર સંસ્થા એસ્સાર ફાઉન્ડેશને સહેજ એપ લોંચ કરી છે, જે સ્ત્રીઓમાં માસિક ઋતુચક્રમાં સ્વચ્છતા વિશે જાગૃતિને પ્રોત્સાહન આપશે. બીએમસી (બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) અને બેસ્ટ (બૃહદમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) સાથે જોડાણમાં ફાઉન્ડેશને મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં અને મુંબઈ પોલીસમાં કાર્યરત મહિલાઓ વચ્ચે 400,000થી વધારે સેનિટરી નેપ્કિનનું વિતરણ પણ કર્યું છે.
સહેજ એપ જાણીતી એનજીઓ (બિનસરકારી સંસ્થાઓ) સાથે ચર્ચા કરીને વિકસાવવામાં આવી છે. આ સંસ્થાઓ સ્ત્રીઓમાં માસિક ઋતુચક્ર સાથે સંબંધિત ક્ષેત્રમાં કામ કરે છે. આ સંસ્થાઓનાં નામ છે – રોટારેક્ટ ક્લબ, કવચ એ મૂવમેન્ટ અને ઘર બચાવો ઘર બનાવો આંદોલન. આ એન્ડ્રોઇડ આધારિત એપ સન્માન સાથે માસિક ઋતુચક્રના સમયગાળા પસાર કરવા માટે મહિલાઓ માટે વન-સ્ટોપ સોલ્યુશન ઓફર કરે છે. આ એપ સબસિડાઇઝ કિંમતે સ્વચ્છતા સાથે સંબંધિત ઉત્પાદનોનો લાભ લેવા માસિક ધર્મમાં સ્વાસ્થ્ય જાળવવા કિશોર વયની છોકરીઓને પ્રોત્સાહન આપે છે.
સહેજ એપ મહિલા સંચાલિત અતિ નાનાં ઉદ્યોગસાહસો અને એસએચજી (સ્વયંસહાય જૂથો) દ્વારા માસિક ચક્ર માટે ઉપયોગી ઉત્પાદનોનો એક પ્રકારનો ઇ-સ્ટોર છે. આ વંચિત સમુદાયની મહિલાઓને સેનિટરી નેપ્કિનનું દાન કરવા માટેનું પ્લેટફોર્મ પણ છે તેમજ આંગણવાડી વર્કર્સ સાથે સજ્જ છે. આ વર્કર્સ ગ્રામીણ ભારતમાં વસતી કન્યાઓને માસિક ચક્રના ગાળા વિશે સાચી માહિતી આપીને સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહન આપે છે.
ઉપરાંત આ એપ ઇન્ટરેક્ટિવ ગેમ-આધારિત લર્નિંગ, પ્રસિદ્ધ ડૉક્ટરો દ્વારા એજ્યુકેશનલ વીડિયો અને પીરિયડ ટ્રેકર દ્વારા માસિક ચક્રમાં સ્વચ્છતા જાગૃતિને પ્રોત્સાહન આપવા વિશિષ્ટ રીતો પ્રદાન કરે છે. આ એપ ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ છે – હિંદી, મરાઠી અને અંગ્રેજી – દરેક વયજૂથની તમામ મહિલાઓની જરૂરિયાત મુજબ સેવા આપે છે.
એસ્સાર ગ્રૂપનાં ગ્રૂપ પ્રેસિડન્ટ-એચઆર અને એસ્સાર ફાઉન્ડેશનનાં સીઇઓ શ્રી કૌસ્તુભ સોનાલ્કરે કહ્યું હતું કે, “એસ્સાર ફાઉન્ડેશનમાં માસિક ચક્ર સાથે સંબંધિત સ્વચ્છતાને પ્રોત્સાહન આપવું અમારી ટોચની પ્રાથમિકતા છે. અમે સહેજ એપ મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણના વિઝન સાથે લોંચ કરી છે. એનાથી સમાજનાં તમામ વર્ગની મહિલાઓ સ્વચ્છ જીવન જીવે અને અર્થતંત્રમાં વધારે સક્રિય પ્રદાન કરે એવી સુનિશ્ચિતતા ઊભી થશે.
સહેજ માસિક ચક્રની મેનેજમેન્ટ એપ હોવાની સાથે આ વિષય સાથે સમાજમાં સંવેદનશીલતા ઊભી કરવાની, સ્ત્રીઓની સમસ્યાનું સમાધાન કરવાની એપ છે. હાલ કોવિડ-19 કટોકટી દરમિયાન ઘણી મહિલાઓ માસિક ચક્રના ગાળામાં સ્વચ્છતા જાળવવાના ઉત્પાદનો અને સેવાઓની મર્યાદિત સુલભતા ધરાવશે. અમને આશા છે કે, સહેજ સાચી માહિતી અને ઉત્પાદનો સાથે મહિલાઓને સજ્જ કરવા ભૌગોલિક અને ભાષાકીય અવરોધો તોડવામાં મદદરૂપ થશે.”