એસ્સાર ફાઉન્ડેશને રાજકોટ કલેક્ટર ઓફિસ અને મ્યુનિ. કોર્પોરેશનને માસ્ક, ગ્લોવ્ઝ અને સેનિટાઇઝર્સ સુપરત કર્યાં
રાજકોટ, એસ્સાર ફાઉન્ડેશને કોવિડ-19 સામેની લડાઇને વધુ મજબૂત કરવા રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રીમતી રામ્યા મોહનને 6500 માસ્ક, 1500 ગ્લોવ્ઝ અને 1500 સેનિટાઇઝર્સ સુપરત કરીને સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેવાની કટીબદ્ધતાને પુનઃમજબૂત કરી છે. વધુમાં એસ્સાર ફાઉન્ડેશને 6500 માસ્ક, 1500 ગ્વોલ્ઝ અને 1500 સેનિટાઇઝર્સ રાજકોટ મ્યુનિસિપલ કમીશનર શ્રી ઉદિત અગ્રવાલ વતી એડિશનલ મ્યુનિસિપલ કમીશનર શ્રી ચેતન નંદાનીએ સુપરત કર્યાં હતાં. આ પ્રસંગે રાજકોટના મામલતદાર શ્રી એન.પી. અજમેરા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
કોવિડ-19 કટોકટીમાં સરકારના પ્રયાસોને સહયોગ કરીને મદદરૂપ બનવા બદલ શ્રીમતી રામ્યા મોહન અને શ્રી ઉદિત અગ્રવાલે એસ્સાર ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે એસ્સાર ગ્રુપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પાંખ એસ્સાર ફાઉન્ડેશન કારોબાર અને સમુદાયો વચ્ચે સંતુલન જાળવવા માટે હંમેશા કટીબદ્ધ રહ્યું છે. એસ્સાર ફાઉન્ડેશન હંમેશાથી આપાતકાલીન સ્થિતિમાં સમાજ અને સરકારને સહોયગ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. હાલમાં ગુજરાતમાં એસ્સાર ગ્રુપ દેવભૂમી દ્વારકા ખાતે પાવર અને પોર્ટ બિઝનેસ તથા હજિરામાં પોર્ટ અને પાવર બિઝનેસનું સંચાલન કરે છે.