એસ્સાર વિયેતનામ સાથે વ્યાપારિક સહયોગ વધારશે, જોડાણો મજબૂત કરશે
મુંબઈ, વિયેતનામની નેશનલ એસેમ્બલીના ચેરમેન હિઝ એક્સેલન્સી વુઓન્ગદિન્હ હ્યુ, વિયેતનામના નાયબ વડાપ્રધાન ડો. લે માન્હ હંગ (પેટ્રોવિયેતનામના પ્રેસિડેન્ટ અને સીઇઓ) તથા વિયેતનામના વરિષ્ઠ સ્તરના ડેલિગેશનના સદસ્યો એસ્સાર ગ્રૂપના મૂડીરોકાણો અંગે તેમજ વિયેતનામમાં સંભવિત સહયોગ અને વ્યાપારિક અવસરો અંગે ચર્ચા કરવા એસ્સારના પ્રનિધિમંડળ ઉપરાંત શ્રી રવિ રૂઇઆ અને શ્રી પ્રશાંત રૂઇઆની મુલાકાત લીધી હતી.
એસ્સાર એક્સ્પ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિ. (ઇઇપીએલ) તથા ઇએનઆઇઝ મધ્ય વિયેતનામના ઓફશોર એરિયા બ્લોક 114માં નોંધપાત્ર મૂડીરોકાણ ધરાવે છે. આ બ્લોકમાં નોંધપાત્ર પ્રમાણમાં ઓઇલ એન્ડ ગેસ મળી આવ્યા હોવાની જાહેરાત થઈ હતી, બે દાયકાના ગાળામાં સાઉથ ઇસ્ટ એશિયામાં મળી આવેલો આ સૌથી વધુ હાઇડ્રોકાર્બ છે.
આ બ્લોક લગભગ 2 બિલિયન બેરેલ્સ ઓઇલ અને ગેસના સંસાધન ધરાવે છે. બ્લોક નં. 114માં આશરે 300 મિલિયન યુએસ ડોલર્સનું રોકાણ કરનારા એસ્સાર અને ઇએનઆઇ કેન-બૌબેસિનના ઝડપભેર વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તેની સાથોસાથ ડેન ડે બેઝિન તથા અન્ય સંભાવનાઓમાં વધુ હાઇડ્રોકાર્બન માટે ખોજ કાર્ય કરી રહી છે.
બ્લોક 114નો વિકાસ એ વિયેતનામના એનર્જી ઇન્ટરેસ્ટ્સ માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ બ્લોકમાંથી ગેસ તથા કન્ડેન્સેટનું વ્યવસાયિક ઉત્પાદન એ વિયેતનામના મધ્યવર્તી પ્રાંત માટે એક મહત્વનો વ્યૂહાત્મક લાભ બની રહેશે.
છેલ્લાં કેટલાક વર્ષ દરમિયાન વિયેતનામ સાથે ભારતના આર્થિક સંબંધ મહત્વના ઘટનાક્રમોના પગલે મજબૂત રહ્યાં છે. વિયેતનામ નેશનલ એસેમ્બલીના ચેરમેન હિઝ એક્સેલન્સી હ્યુ એ વિયેતનામમાં સતત મૂડીરોકાણ માટે એસ્સારનું અભિવાદન કર્યું હતું અને મૂડીરોકાણમાં વધુ વૃદ્ધિ માટે આહવાન કર્યું હતું.
હિઝ એક્સેલન્સી હ્યુ એ “વિયેતનામ ભારતીય કંપનીઓને સપોર્ટ આપે છે અને તેમને લાંબા ગાળાની ઉપસ્થિતિ તથા ઓઇલ એન્ડ ગેસની ખોજની સાથે સંબંધિત કામગીરી વિસ્તારવા તથા વિયેતનામની ખંડીય છાજલીમાં એક્સ્પ્લોઇટેશનની કામગીરીના વિસ્તરણ માટે પરિસ્થિતિઓનું નિર્માણ કરશે.”
એસ્સાર કેપિટલના ડિરેક્ટર શ્રી પ્રશાંત રૂઈઆએ કહ્યું કે, “વિયેતનામ સાથેની અમારી વ્યાપારિક ભાગીદારીને લઇને અમે અત્યંત રોમાંચિત છીએ. બન્ને રાષ્ટ્રો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર છેલ્લા બે દશક દરમિયાન સતત વધી રહ્યો છે. એસ્સાર બ્લોક 114ના વિકાસ માટે, વિયેતનામના અર્થતંત્રમાં ઓઇલ અને ગેસ માટે તેને એક નોંધપાત્ર સંસાધન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમને ખાતરી છે કે આ બ્લોક ભવિષ્યમાં એનર્જીની જરૂરિયાતમાં વિયેતનામને આત્મનિર્ભર બનાવવા માટે મજબૂત પ્રોત્સાહન પૂરું પાડશે.