Western Times News

Gujarati News

એસ.આર. ઇવેન્ટ લઈને આવી રહ્યું છે ગુજરાતનો પહેલો ફેશન રિયાલિટી શો

અમદાવાદ, ક્યારે જોવા ના મળેલો ફેશન રિયાલિટી શો પહેલીવાર ગુજરાતના આંગણે થવા જઈ રહ્યો છે. “ફેશનિસ્ટા” નામનો આ રિયાલિટી શો “એસ.આર ઇવેન્ટ” પહેલીવાર લઈને આવી રહ્યું છે જેમાં સોનામાં સુગંધ ભળે તેવી વાત એ છે કે આગામી સમયમાં “ઓરિકા એન્ટરટેનમેન્ટ ગુજરાતી ચેનલ” રિલીઝ થવા જઈ રહી છે જેમાં આ રિયાલીટી શોના જુદા જુદા એપિસોડ જોવા મળશે. છે ને આ અનોખો શો, તો તૈયાર થઈ જાઓ તમારા ટેલેન્ટને નિખારવા માટે કેમકે આ રીયાલિટી શો થકી આખાય ગુજરાત રાજ્યમાં પહોંચવામાં આવશે કેમકે પાંચ કે દસ નહીં પુરા ૨૪ શહેરોમાં ઑડિશન્સ યોજાશે. ગ્રાન્ડ ફિનાલેમાં એમટીવી રોડીઝ અને બિગ બોસ ફેમ પ્રિન્સ નરૂલા જજ તરીકે હાજરી આપશે.

આ અંગે વધુમાં જણાવતા આ રીયાલિટી શોના ડીરેક્ટર હિરેન ઠક્કરે જણાવ્યું હતું કે, પ્રથમ આઠ સિટીમાં ચોથી ઓક્ટોબરથી જ ઓડિશન્સ શરૂ થઈ જશે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, આણંદ, ભાવનગર, હિંતનગર, જૂનાગઢનો સમાવેશ કરાયો છે. ઓડિશન ફ્રીમાં રહેશે. ફિઝીકલી સ્થળ પર પહોંચી આપવાના રહેશે. ૩ વર્ષથી ઉપરના લોકો ભાગ લઈ શકે છે. ગ્રાન્ડ ફીનાલે, મેઇન શો અને ત્યાર બાદ શૂટ થયેલા એપિસોડ દર્શકોને બતાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.