એસ.એસ. રાજામૌલીથી નારાજ થઈ આલિયા ભટ્ટ?

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ઇઇઇમાં જાેવા મળી હતી. જેમાં તેની સાથે જુનિયર દ્ગ્ઇ, રામ ચરણ અને અજય દેવગણ પણ મહત્વના રોલમાં હતા. આલિયા ભટ્ટ ‘ટીમથી નારાજ થઈ હોવાના કારણે તેણે દેખીતી રીતે RRRની પોસ્ટ ડિલિટ કરી દીધી’ હોવાની ખબર વહેતી થઈ હતી.
RRRમાં ફાઈનલ કટ્સ બાદ સ્ક્રીન સ્પેસ ઓછી મળતા આલિયા ભટ્ટ નારાજ હતી અને તેથી જ ગુસ્સામાં આવીને બધી પોસ્ટ હટાવી દીધી હતી, તેમ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું. આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરી દીધી છે. આલિયા ભટ્ટે આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મારે સાંભળવામાં આવ્યું છે કે, મેં ઇઇઇ સાથે જાેડાયેલી પોસ્ટ એટલા માટે ડિલિટ કરી દીધી કારણ કે હું ટીમથી નારાજ છું.
હું તમને વિનંતી કરું છું કે, ઈન્સ્ટાગ્રામ ગ્રિડની જેમ રેન્ડમ બાબતોને લઈને ખોટી ધારણા ન બાંધો. હું હંમેશા મારા જૂના વીડિયો પોસ્ટને પોતાની પ્રોફાઈલ ગ્રિડ પર ઠીક કરતી રહું છું. હું ઈચ્છું છું કે, તે ઓછું અવ્યવસ્થિત દેખાય’. આગળ તેણે લખ્યું છે કે, ‘હું હંમેશા આભારી રહીશ કે મને RRRની દુનિયાનો ભાગ બનવાની તક મળી અને મને સીતાનું પાત્રને ભજવીને સારું લાગ્યું.
રાજામૌલી સરના ડિરેક્શનમાં કામ કરવાનું સારું લાગ્યું, તારક અને ચરણની સાથે કામ કરવાની મજા આવી. આ ફિલ્મથી જાેડાયેલો દરેક અનુભવ શાનદાર રહ્યો’.
આલિયા ભટ્ટે અંતમાં તેણે સ્પષ્ટતા કેમ કરી તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે કે ‘હું માત્ર એક જ કારણથી સ્પષ્ટ કરી રહી છું અને તે છે રાજામૌલી સર અને તેમની ટીમની આ શાનદાર ફિલ્મને પડદા પર લાવવાની વર્ષોની મહેનત અને એનર્જી. હું તેવી તમામ ખોટી જાણકારીને નકારું છું જે પણ આ ફિલ્મ સાથે જાેડાયેલી છે’.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળવાની છે. અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.SSS