એસ.એસ.સી.ધો.10 નું ગણિતનું પેપર ખૂબ જ અઘરું નીકળતા પરિક્ષાર્થીઓમાં ભારે હતાશા
ગુ.મા.શિક્ષણ બોર્ડની એસ.એસ.સી.ધો.10નું ગણિતનું પેપર ઘણું જ અઘરું નીકળતા આજે પરીક્ષાર્થીઓ સાવ હતાશ જોવા મળ્યા હતા. હોળી ધુળેટીની બે દિવસની રજાઓ બાદ આજે 11 માર્ચે ધો.10માં ગણિત વિષયની પરીક્ષા હતી. આ પેપર એકંદરે વિદ્યાર્થીઓને એકંદરે અઘરું લાગ્યું હતું.
પરીક્ષા આપી પરીક્ષા ખંડમાંથી બહાર આવેલા હોશિયાર છાત્રોના ચહેરા પણ પડી ગયા હતા.તેમના જણાવ્યાનુસાર પેપર પૂરું કરવામાં સમય ઓછો પડ્યો હતો.પરિણામે કેટલાક ગુણનું લખ્યા વિનાનું રહી ગયું હતું.
ગણિતના પેપર અંગે વિષય નિષ્ણાત શિક્ષકોનાં મતે આ પેપરમાં જે વિકલ્પો પૂછવામાં આવ્યા હતા એ વિકલ્પો ટ્વીસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતા જેથી વિધાર્થીઓને જવાબ મેળવવા માટે લાંબી ગણતરી કરવી પડે તેમ હતી.જેના લીધે વિધાર્થીઓને સમય ઘટ્યો હોવો જોઈએ.
આ ઉપરાંત જે દાખલા પૂછવામાં આવ્યા હતા એ દાખલાઓ પણ ટ્વીસ્ટેડ કરીને પૂછવામાં આવ્યા હતા.જે નબળા વિધાર્થીઓને તો આ સમજવામાં ઘણી જ મુશ્કેલી પડી હોઈ શકે છે.કેટલાક પ્રશ્નો પાઠય પુસ્તકમાં અને સિલેબસમાંથી પૂછવાને બદલે અન્યત્રથી પુછાતા પાઠ્યપુસ્તકમાંથી પૂછવાના નિયમનો સદતર અભાવ વાર્તાતા છાત્રો વધુ મુંઝાય તે સ્થિતિ બની હોવી જોઈએ તેમ પણ આ વિષય નિષ્ણાંતો એ જણાવ્યું હતું.આ પેપર અઘરું હોવાની વાતને મોડાસાના ટીટોઇની કોઠારી હાઈસ્કૂલના વિષય નિષ્ણાંત શિક્ષક અને શાળા સુ.વા. બી.સી.શાહે પણ સમર્થન આપ્યું હતું.