એસ.ઓ.જી પોલીસની ખોટી ઓળખ આપી : ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ

(પ્રતિનિધિ) ભરૂચ, પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી.ચાર્ટર ની કામગીરી કરવા અન્વયે આ કામનો આરોપી આરીફ અબ્દુલ્લા પટેલ (મકોડીયા) રહે કંથારીયા તા.જી ભરૂચે આ કામના ફરીયાદી યાસીન ઈમ્તિયાઝ પટેલ રહે. સી/૨૯ અમનપાર્ક દહેજ બાયપાસ રોડ ભરૂચને ખોટી એસ.ઓ.જી પોલીસ તરીકેની ઓળખ આપી કૌભાંડમાં સંડોવી દેવાની ધમકી આપી ફરીયાદીની વ્યાવસાયિક અને સામાજીક પ્રતિષ્ઠાને નુક્શાન પહોચાડવાની વાતો કરી ફરીયાદીને ધમકી આપી ફરીયાદી પાસેથી ઠગાઈ કરી રૂપીયા કઢાવવા પ્રયત્ન કરતો હોઈ જેથી ફરીયાદીએ ભરૂચ એસ.ઓ.જી પોલીસનો સંપર્ક કરતા આ કામના આરોપીને પકડવા છટકુ ગોઠવતા આરોપી પકડાઈ જતા ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરાવેલ છે.આમ પ્રજામાં પોલીસની છબી સારી બને અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક બને તે પ્રકારે અત્રે ફરીયાદ કરવા આવેલ ફરીયાદીની ફરીયાદને આધારે આરોપીને ઝડપી પાડવા છટકું ગોઠવી આરોપીને પકડી પાડી કાયદેસર કાર્યવાહિ કરવામાં આવેલ છે.
ભરૂચ જિલ્લાના નાગરીકોને ભરૂચ જિલ્લા પોલીસ વતી નમ્ર અપીલ છે કે પોલીસના નામે ખોટી રીતે ધમકાવી કાયદા વિરુધ્ધનું કોઈ કૃત્ય કરતા હોય તો તેવા ઈસમો વિરુધ્ધ કાર્યવાહી કરવા તાત્કાલિક ભરૂચ પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે. હાલ આરોપીએ ફરિયાદી પાસે ક્યાં કારણોસર રૂપિયા ની માંગણી કરી હતી અને ખોટા કેસમાં શા માટે ફસાવવા માંગતો હતો તેની વધુ પૂછપરછ કરી છે તો તેની સાથે કોઈ સંડોવાયેલું છે કે નહીં તે વધુ તપાસ માં શું બહાર આવે છે તે જોવું રહ્યું.*