એસ.જી.હાઈવે તથા અંધજન મંડળ પાસે અડધા કીલોમીટર સુધી ટ્રાફીકજામ
અમદાવાદ : શહેરમાં પડી રહેલ અવિરત વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પણ ઠેર-ઠેર પાણી ભરાતાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા છે. શહેરના વસ્રાપુર વિસ્તારમાં અંધજન મંડળ ચાર રસ્તા પાસે સવારે ટ્રાફિકજામ થઈ ગયો હતો.
ચારેબાજુ અડધો કિલોમીટરથી વાહનોની લાંબી લાઈનો જાવા મળી રહી હતી. ટ્રાફિકજામના પગલે ટ્રાફિક વિભાગના અધિકારીઓ દોડી આવ્યાં હતાં અને ટ્રાફિક પૂર્વવત કરવાં ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. ટ્રાફિકજામના કારણે વાહનચાલકો અટવાઈ ગયાં હતાં. બીજી બાજુ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને અન્ય રસ્તાં ઉપર ડ્રાયવર્ટ કરવામાં આવતા હતાં.
એસ.જી.હાઈવે પર પણ ટ્રાફિકજામ થવાને કારણે ઈસ્કોન સુધી બે તરફ વાહનોની લાંબી લાંબી લાનો જાવા મળે છે. સીગ્નલો પણ બંધ હોવાને કારણે, આકાશ વાદળોથી ઘેરાયેલ હોવાને કારણે વીઝીબીલીટી પણ ઓછી હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરધાર સર્કલ પાસે ટ્રાફીકજામ થવાના સમાચાર છે.
શહેરનાં વસ્રાપુર એસ.જી.હાઈવે સહિત અનેક વિસ્તારોમાં સવારના સમયે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાતાં નોકરીયાત વર્ગ તથા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનાં કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.