એસ.જી.હાઈવે પરથી યુપીની ગેંગ ઝડપાઈ
રાત્રે શંકાસ્પદ હાલતમાં પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવી તપાસ કરતાં તમંચો અને જીવતાં કારતૂસ મળ્યાંઃ ચાર શખ્સની ધરપકડ |
અમદાવાદ : અમદાવાદ શહેરનાં દિવાળીના તહેવાર પૂર્વે બજારમાં લોકોને ધસારો વધવાં લાગ્યો છે. પોલીસતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. અયોધ્યા વિવાદ વચ્ચે દેશભરમાં આતંકવાદી હુમલાની દહેશત સેવાઈ રહી છે ત્યારે શહેર પોલીસતંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને શહેરમાં પ્રવેશતાં માર્ગાે ઉપર તથા હાઈવે ઉપર પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ દરમિયાન ગઈકાલે રાત્રે એસ.જી.હાઈવે ઉપર વેષ્ણોદેવી સર્કલથી ગોતા જવાનાં સર્વિસ રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક સ્વીફ્ટ કારને જાતાં જ પેટ્રોલીંગ કરી રહેલાં સોલા પોલીસે તાત્કાલિક ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોર્યું હતું અને અન્ય સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સ્વીફ્ટ કારને અટકાવી તેમાં બેઠેલાં ચાર શખ્સોની પૂછપરછ કરતાં તેઓ યોગ્ય જવાબ આપી શક્યાં નહતાં.
જેનાં પરિણામે ચારેને અટકમાં લઈ ગાડીની તલાશી લેતાં અંદરથી તમંચો અને જીવતાં કારતૂસો મળી આવતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતાં. પૂછપરછ કરતાં આ ચારેય શખ્સો યુપીના હોવાનું બહાર આવ્યું હતું. અને તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે અમદાવાદ આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. ચાંદખેડા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમાં દિવાળી પૂર્વે જ પોલીસ તંત્ર હાઈએલર્ટ ઉપર છે. જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કર્યા બાદ તથા અયોધ્યા વિવાદનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતું હોવાથી આતંકવાદી સંગઠનો પણ ભારત દેશમાં મોટાપાયે અરાજકતા ફેલાવવાં સક્રિય બન્યાં છે. ગુપ્તચર વિભાગે આપેલી સૂચના બાદ ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યની પોલીસ એલર્ટ બની ગઈ છે.
અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસથી રાત્રિ દરમિયાન સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પ્રવેશતાં માર્ગાે ઉપર નાકાબંધી કરી દેવામાં આવી છે. ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર ચાંદખેડા, સોલા સહિતની પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે. ગઈકાલે રાત્રે એએસઆઈ વેલાજી રામચંદ્રજી પેટ્રોલીંગમાં હતા.
આ દરમ્યાનમાં વેષ્ણોદેવી સર્કલથી ગોતા જવાનાં સર્વિસ રોડ ઉપર જગતપુર રોડ પાસે એએમટીએસ સ્ટેન્ડ ઉપર શંકાસ્પદ હાલતમાં એક સ્વીફ્ટ કાર પસાર થતાં જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. જાકે થોડે દૂર જ આ કાર ઉભી રહી ગઈ હતી.
શંકાસ્પદ હાલતમાં સ્વીફ્ટ કાર જાતાં જ એએસઆઈ વેલાજીએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જેના પરિણામે અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયાં હતાં અને વધુ પોલીસ સ્થળ પર રવાનાં કરવામાં આવી હતી. પોલીસનો વધુ કાફલો આવી પહોંચતાં જ સૌ પ્રથમ આ સ્વીફ્ટ કારને ચારેબાજુથી ઘેરી લેવામાં આવી હતી અને તપાસ કરતાં અંદર ચાર જેટલાં શખ્સો બેઠેલાં જાવા મળ્યાં હતાં.
આ તમામની પૂછપરછ શરૂ કરતાં તેઓ યોગ્ય જવાબ આપી શક્યાં નહતાં. જેનાં પરીણામે ચારેયને નીચે ઉતારી અટકમાં લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ પોલીસે સ્વીફ્ટ કારની તલાશી શરૂ કરી હતી. ડ્રાઈવરની સીટની નીચે એક થેલી પડેલી જાવા મળી હતી.
ડ્રાઈવર સીટ નીચે પડેલી થેલી બહાર કાઢી તેની અંદર જાતાં જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં આ થેલીમાં તમંચો પડેલો હતો. થેલીની અંદર એક લેડીસ પર્સ પણ હતો. આ પર્સ ખોલતાં જ તેમાંથી જીવતા કારતૂસોનો જથ્થો મળી આવ્યો હતો.
તમંચો અને કારતૂસ જપ્ત કર્યાં બાદ ચારેય શખ્સોની પૂછપરછ કરતાં એકનું નામ દિપક ઉર્ફે દીપુ યાદવ, બીજાનું નામ વિજય હરી યાદવ, અજીત ચૌહાણ અને ચોથાનું નામ યોગેન્દ્ર યાદવ હોવાનું જાણવા મળ્યું હતું આ ચારેય શખ્સો યુપીના ફિરોઝાબાદના રહેવાસી છે તેઓ હથિયારો સાથે અમદાવાદ આવ્યા હતાં અને અમદાવાદમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનાં હતાં તેવું પોલીસ માની રહી છે.
પોલીસ અધિકારીઓએ આ ચારેય શખ્સોની ધરપકડ કરી ચાંદખેડા પોલીસે લઈ આવ્યા હતાં અને ત્યાં પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો પોલીસને મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં આ ચારેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. દેશી તમંચા સાથે અમદાવાદ પ્રવેશેલાં આ ચારેય શખ્સો ચોરી અથવા લૂંટફાટ કરવા માટે ષડયંત્ર રચતાં હોવાનું મનાઈ રહ્યં છે.
જાકે આ સત્તાવાર કશું જ જાણવા મળ્યું નથી. દિવાળી પૂર્વે એલર્ટ બનેલી પોલીસે ગુનાખોરી આચરે તે પહેલાં જ યુપીની આ ગેંગને ઝડપી લઈ મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે. અમદાવાદ તેઓએ અગાઉ કોઈ ગુના આચર્યા છે કે નહીં તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.