Western Times News

Gujarati News

એસ.જી. હાઈવે પર પ્રવાસીઓને લુંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

પોલીસે નાકાબંધી કરી ચેકિંગ કરતા નરોડાના બે અને ખોરજના બે શખ્સો રીક્ષા સાથે ઝડપાયા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી કેટલીક રીક્ષાઓમાં લુંટારુ અને તસ્કર ટોળકીઓ ફરી રહી છે અને તે નિર્દોષ નાગરિકોના કિંમતી માલસામાનની ચોરી અને લૂંટફાટ કરતા પોલીસ તંત્ર સતર્ક બન્યુ છે શહેરના એસ.જી.હાઈવે તથા અન્ય રસ્તાઓ ઉપર ફરી રહેલી કેટલીક રીક્ષામાં આવી ટોળકીઓ બેફામ બનવા લાગી છે. જેના પરિણામે ઠેરઠેર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે શહેરના અડાલજ પોલીસ સ્ટેશનમાં એક જ દિવસમાં રીક્ષામાં ફરતી લુંટારુ ટોળકીએ બે વ્યક્તિઅે  લુંટી લીધાની ફરિયાદ નોંધાતા પોલીસે નાકાબંધી કરી ચાર શખ્સોને ઝડપી લીધા છે આ તમામ આરોપીઓએ અનેક ગુનાની કબુલાત કરી હોવાનું જાણવા મળી રહયું છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારોમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ દોડી રહી છે જેનો લાભ લુંટારુઓ અને તસ્કરો ઉઠાવી રહયા છે કેટલીક રીક્ષાઓમાં આવી ટોળકીઓ ફરી રહી છે જે સહ પ્રવાસીઓના માલ સામાનની ચોરી કરી ફરાર થઈ જાય છે

આવી સંખ્યાબંધ ઘટનાઓ છતાં શહેર પોલીસતંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના પરિણામે આવી ગેંગો હવે બેફામ બનવા લાગી છે એટલું જ નહી પ્રવાસીઓ પર સશ† હુમલાની ઘટનાઓ પણ વધી ગઈ છે આ પરિસ્પથિતિમાં  શહેરને અડીને આવેલા ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનમાં તા.૧૭મીએ લુંટની બે ફરિયાદો નોંધાઈ હતી. પાલનપુરથી આવેલી સવિતાબેન નામની મહિલા અડાલજ સર્કલથી ગાંધીનગર જવા માટે શટલ રીક્ષામાં બેઠી હતી રીક્ષામાં અગાઉથી જ આ ટોળકીના સાગરિતો બેઠેલા હતાં.

રીક્ષા આગળ વધતા જ આ લુંટારુઓએ સવિતાબેનને ધાકધમકી આપી તેની પાસેથી રૂ.૩૦ હજારની કિંમતનો સોનાનો દોરો લુંટી લીધો હતો અને તેમને રસ્તામાં ઉતારી આ ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ ઉપરાંત હરેશભાઈ પુજાણી નામના યુવકને પણ અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં જ શટલ રીક્ષામાં બેઠો હતો ત્યારે આ જ લુંટારુ ટોળકીએ રીક્ષામાં બેસાડયા બાદ તેને ચપ્પુ બતાવી તેની પાસેથી રોકડા રૂ.ર૩ હજાર લુંટી લીધા હતાં

આ ઘટના બાદ સવિતાબેન અને હરેશભાઈએ અડાલજ પોલીસ સ્ટેશને પહોંચી જઈ ફરિયાદ નોંધાવી હતી એક જ દિવસમાં લુંટની બે ઘટનાઓ બનતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાનમાં પોલીસે શંકાના આધારે એક રીક્ષાને અટકાવી તેમાં બેઠેલા શખ્સોની પુછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતાં જેના પગલે ચાર જેટલા શખ્સોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા અને ત્યાં પુછપરછ કરાતા ચારેય શખ્સો ભાંગી પડયા હતા અને તેમણે આ બંને લુંટની ઘટનાઓ કબુલી હતી આ ઉપરાંત અન્ય લુંટના ગુનામાં પણ તેઓ સંડોવાયેલા હોવાનું જણાવતા જ અડાલજ પોલીસે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા વિનોદ કાનજી બાવરી, વિજય બાવરી, આ ઉપરાંત ખોરજ ગામમાં રહેતા રમેશ બાવરી અને કરણ બાવરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.