એસ.ટી. ના કર્મચારીઓની દિવાળી સુધરી
ગાંધીનગર: વાર્ષિક રૂ.૯૨.૪૦ કરોડનું રાજ્ય સરકારને વધારાનું ભારણ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, કર્મચારીઓના હિતને વળેલી રાજ્ય સરકારે આજે વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના વેતનમાં રાજ્ય સરકારે અંદાજે બમણો વધારો કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે ઉમેર્યું કે, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિવિધ કેડરમાં ફરજ બજાવતા વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪ના અંદાજે ૧૨,૬૯૨ થી વધુ ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને અપાતા વેતનમાં બમણો વધારો કર્યો છે.
જેના પરિણામે રાજ્ય સરકારને વધારાનું રૂ.૯૨.૪૦ કરોડનું વાર્ષિક ભારણ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયના પરિણામે એસ.ટી. નિગમના કર્મીઓને દિવાળીની ભેટ મળતાં તેઓ દિવાળી ઉલ્લાસ પૂર્વક ઉજવી શકશે. આ નિર્ણયનો લાભ ૧૬મી ઓક્ટોબર ૨૦૧૯થી મળતો થઈ જશે. શ્રી પટેલે ઉમેર્યું કે, એસ.ટી. નિગમના જે કર્મીઓનો પગાર વધારો કરાયો છે.