એસ.ટી.બસના ડ્રાઈવરની સમય સૂચકતાથી મહિલાની બસમાં જ સફળ ડીલીવરી
ગાંધીનગર, ગાંધીનગરના દહેગામથી પોતાના વતન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દસલા ગામે ૨૦ વર્ષીય સગર્ભા મહિલા એસટી બસમાં બેસીને નીકળ્યા હતા, ત્યારે જ પ્રસુતીની પીડા શરૂ થતા એસ.ટી.બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને મુસાફરો ભરેલી બસ સીધી સરસણ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફ લીધી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બસ ઊભી રાખીને તબીબી ટીમને જાણ કરતા આ ટીમની મદદથી તાત્કાલિક બસમાં જ સફળ ડીલીવરી કરાવી હતી.ત્યારબાદ વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા આયુષ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.