APMC-વાસણાથી સરખેજ સુધી ફલાયઓવર બનાવવા વિચારણા
સતત ભરચક માર્ગ ઉપર વારંવાર અકસ્માતો નિવારવા દરિયાપુરના ધારાસભ્યની રજુઆત
ગાંધીનગર, વિધાન સભા ગૃહમાં માર્ગ-મકાન વિભાગના બજેટ પરની ચર્ચાનો જવાબ આપતી વખતે મંત્રી નીતિન પટેલ સમક્ષ સંખ્યાબંધ ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારોમાં રસ્તા, પુલ અંગે રજુઆતો કરી હતી. તે વખતે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદના વાસણા- એપીએમસીથી સરખેજ ચોકડી સુધીના અતિ વ્યસ્ત માર્ગ પર ફલાય ઓવર બનાવવાની તાકીદની માંગણી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ માર્ગ ઉપર અવારનવાર અકસ્માતો થાય છે અને તેના કારણે લોકોના મોત પણ થાય છે એટલે આ માર્ગ ઉપર તાત્કાલિક ફલાય ઓવર બનાવવા જાહેરાત થવી જાઈએ.
તેમની આ રજુઆતના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતુ કે તમારી વાત-રજુઆત સાચી છે. અમદાવાદના ભાજપના પણ લગભગ તમામ ધારાસભ્યોએ આ બાબતે સરકાર સમક્ષ રજુઆત કરી છે. આ એકદમ વ્યસ્ત માર્ગ હોવા ઉપરાંત સંવેદનશીલ વિસ્તાર પણ છે. આ માર્ગ ગત તોફાનો વખતે તો આ માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી.
એટલે સુરક્ષાની દ્રષ્ટીએ પણ અહીં ફલાય ઓવર બને તે જરૂરી છે. પરંતુ અહીં એક મોટી મુશ્કેલી એ છે કે આ નેશનલ હાઈવે છે અને તેનું સંચાલન ગુજરાત સરકાર નહીં પણ ભારત સરકાર હસ્તક હોવાથી આ બાબતે ભારત સરકાર સમક્ષ રજુઆત કરવી જાઈએ. ભારત સરકાર આ બાબતે કોઈ નિર્ણય લેશે તો ગુજરાત સરકાર તે માટે તૈયાર રહેશે. આ તબક્કે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યુ હતુ કે કેન્દ્રમાં પણ ભાજપની જ સરકાર હોવાથી ભાજપના ધારાસભ્યોનીછ રજુઆતને પગલે ગુજરાત સરકારે આ બાબતે કેન્દ્રમાંથી સત્વરેમંજુરી મેળવવી જાઈએ. એના જવાબમાં મંત્રીએ એમ કહ્યુ હતુ કે ગુજરાત સરકાર આ બાબતે વિચારણા કરી જ રહી છે.