એ.કે. સિંઘની દિલ્હીમાં એનએસજીના ડિરેક્ટર ઓફ જનરલ તરીકે નિમણૂક
નવીદિલ્હી, ગુજરાત કેડરના ૧૯૮૫ના બેચના આઇપીએસ અધિકારી એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના ડિરેક્ટર ઓફ જનરલ તરીકે નિમણૂક કરવામાં . એ.કે સિંઘ હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે. અમદાવાદમાં દબાણ ખસેડવાથી લઈને ક્રાઈમ રેટમાં ઘટાડો લાવવામાં એ.કે.સિંઘ મહત્વની ભૂમિકામાં રહ્યા હતા. એ.કે.સિંઘ પોતાની ફિટનેસના કારણે શહેરની જનતા અને પોલીસ બેડામાં ચર્ચામાં રહ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી એ.કે. સિંઘને ડેપ્યુટેશન પર મોકલવાની ચર્ચાઓ ચાલી રહી હતી. સિનિયર આઇપીએસ અને ૧૯૮૫ની બેચના એ.કે સિંઘ આગામી વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા પછી સૌથી સીનિયર મોસ્ટ આઇપીએસ તરીકે એ.કે. સિંઘ આવતા હતા.
એ કે સિંઘની ૩૦-૯-૨૦૨૦ સુધી એટલે કે એક વર્ષ માટે એનએસજીના ડીજી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્રમાં પણ એ કે સિંઘને બહોળો અનુભવ છે. કેન્દ્રમાં અગાઉ તેઓ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપના ડીઆઇજી પણ રહી ચૂક્યા છે.